ઉત્સવ શોકમાં પરિણમ્યો ! વડોદરામાં દશામાની મૂર્તિના વિસર્જન સમયે બે જગ્યાએ 5 યુવાનો ડૂબ્યા
દશામાના વ્રતની આજે પૂર્ણાહૂર્તિ છે. ગત રાત્રે દશામાના વ્રતની પૂર્ણાહૂતિ થતા શ્રદ્વાળુઓએ દશામાની મૂર્તિનું વિસર્જન કરવા નદી કાઢે જતા હોય છે. ત્યારે આ દરમિયાન કેટલીક વખત મૂર્તિના વિસર્જન સમયે દુર્ઘના પણ સર્જાતી હોય છે. ત્યારે આજે દશામાના વિસર્જન ટાણે વડોદરામાં બે અલગ અલગ જગ્યાએ 5 યુવાનો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે.
દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે ગયેલા 5 યુવાનો ડૂબ્યા
વડોદરા જિલ્લામાં દશામાના વિસર્જન ટાણે બે અલગ અલગ જગ્યાએ 5 યુવાનો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે.જેમાં સાવલી તાલુકાના કનોડા પોઈચા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં કનાડા નજીક રણછોડ પુરા ગામના એક ત્રણ લોકો ડૂબ્યા છે.જ્યારે સિંઘરોટ ખાતે મહીસાગરમાં વડોદરાના કિશનવાડી વિસ્તારના બે યુવાનો ડૂબ્યા હતા.
નદીમાંથી બે મૃતદેહ મળ્યા
પ્રાપ્ત વિગતો મુજબ વડોદરાના સાવલી તાલુકાના કનોડા પોઇચા ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદી ખાતે ગત રાત્રે દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં નદીમાં ગામના એક સગીર સહિત ત્રણ લોકો ડૂબ્યા હતા. જેમાંથી રણછોડપુરા ગામના 32 વર્ષીય સંજય પુનમ ભાઈ ગોહિલનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે વડોદરા નજીક સિંઘરોટ મહી નદીમાં એક હોમગાર્ડ જવાન સહિત બે યુવાનો ડૂબ્યા હતા. જેમની શોધખોળ હજી ચાલું છે.
આ પણ વાંચો : દશામાના વ્રતની આજે પૂર્ણાહૂર્તિ, જૂઓ 10 દિવસની પૂજા અર્ચના બાદ મૂર્તિઓની દુર્દશા
લાપતા યુવકોની શોધખોળ શરુ
આ ઘટના અંગે જાણ કરતા વડોદરા ફાયરબ્રિગેડને કરવામાં આવતા લાશ્કોરની અલગ-અલગ ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી હતી. જેમાં બે યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. તો હજુ 3 યુવાનની શોધખોળ ચાલુ છે. આ દુર્ઘટનાને પગલે ગામમાં ઉત્સવનો માહોલ શોકમાં પરિણમ્યો હતો.
ફાયર બ્રિગેડ, પોલીસ, મામલતદારનો કાફલો ઘટના સ્થળે
ઘટનાને પગલે ફાયર બ્રિગેડ, પોલીસ, મામલતદાર અને એસ.ડી.એમ સહિત્તનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી લાપતા યુવકોની શોધખોળ શરુ કરી હતી.
આ પણ વાંચો : તથ્ય પટેલ સામે ગાળિયો કસાયો, 1700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ