ગુજરાત

વડોદરામાં KBC લોટરીના નામે લાખોની ઠગાઇ કરનાર બે શખ્સ UPથી ઝડપાયા; 16 એકાઉન્ટ ફ્રીઝ

Text To Speech

વડોદરાઃ શહેરના એક યુવકને મોબાઇલમાં 25 લાખની લોટરી લાગ્યાની લલચાવનારો મેસેજ મોકલી 2 લાખ 77 રૂપિયાનુ ટ્રાન્ઝેક્શન કરાવી ઠગાઇ કર્યાંની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ મામલે વડોદરા પોલીસે ઉત્તર પ્રદેશથી બે આરોપીને ઝડપી લીધા છે. તેમજ 16 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. તેમની પાસેથી 32 ડેબિટ કાર્ડ મળ્યા છે.

વડોદરાના વાઘોડિયા રોડ પર આવલા વુડાના મકાનમાં રહેતા અને શેરડીનો રસ કાઢવાની ગાડી ચલાવી ધંધો કરતા નાજુક પુંડિલિક ઇંગલેને ગત 1 એપ્રિલના રોજ મોબાઇલમાં એક મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, તમને 25 લાખનુ ઇનામ KBC ડિપાર્ટમેન્ટ તરફથી લાગ્યું છે. સાથે જ એક મોબાઇલ નંબર આપ્યો હતો જેના પર વાત કરવા કહ્યું હતું. જેથી નાજુક ઇંગલેએ તે મોબાઇલ નંબર પર કોલ કરતા સામેવાળાએ પોતે આકાશ શર્મા મુંબઇ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાથી બોલે છે અને ઇના લાગ્યું હોવાથી વાત કહી હતી. જેથી આ અંગે પ્રોસિજર માટે પહેલા એક રૂપિયો અને ત્યાર બાદ ટૂકડે-ટૂકડે 2 લાખ 77 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ અંગે યુવકે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે વડોદરા પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા આરોપીઓનું પગેરું ઉત્તર પ્રદેશના લખનઉના ચિનહટ વિસ્તારમાં મળ્યું હતું. જેથી સ્થાનિક પોલીસને સાથે રાખી વડોદરા પોલીસે વિશાલ ભોલા પ્રસાદ (રહે. ચિનહટ, લખનઉ, ઉત્તર પ્રદેશ) અને સંદીપ કુમાર કંસલાલ (રહે. ચિનહટ, લખનઉ, ઉત્તર પ્રદેશ)ની ધરપકડ કરી હતી. પોલીસે તેમની સાથે અન્ય કોણ સંડોવાયેલ છે તેની પણ તપાસ હાથધરી છે. લખનઉથી ઝડપાયેલ વિશાલ અને સંદીપ દ્વારા લોકોને ઠગવા માટે ઓપરેટ કરાતા 16 બેંક એકાઉન્ટ તેમજ 4 લાખ 44 હજાર 820 રૂપિયા ફ્રિઝ કર્યા છે.

આરોપીઓ પાસેથી ઝડપાયેલ વસ્તુઓ
13 ચેકબુક
15 પાસબુક
32 ડેબિટ કાર્ડ
2 ક્રેડિટ કાર્ડ
7 આધાર કાર્ડ
5 પાનકાર્ડ
1 ડ્રાઇવિંગ લાયસન્સ
1 સ્ટેમ્પ સીલ
2 બેંક અકાઉન્ટ ઓપનિંગ ફાર્મ
1 બોગસ અપંગ સર્ટિફિકેટ
7 સિમ કાર્ડ
2 વાઇફાઇ ડોંગલ
6 મોબાઇલ
1 બેંક પીઓએસ મશિન
1 લેપટોપ
1 ટેબલ
1 હિશાબ ડાયરી

Back to top button