ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

યુપીમાં ભાજપ એકને છોડીને તમામ સાંસદોની ટિકિટ કાપી રહી છે: અખિલેશ યાદવ

  • અખિલેશ યાદવે X પર ટ્વિટ કરીને દાવો કર્યો છે કે બીજેપી યુપીની લોકસભા ચૂંટણી 2024 માટે તેમના હાલના સાંસદોના નામ જાહેર કરવા માંગતી નથી, કારણ કે તેમણે ખિસ્સા ભરવા સિવાય કંઈ કામ કર્યું નથી

ઉત્તર પ્રદેશ, 2 ફેબ્રુઆરી: લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય ધમપછાડા વધી ગયા છે. ત્યારે હવે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે શુક્રવારે દાવો કર્યો હતો કે આ વખતે ભાજપ યુપીમાં એક સિવાય તેના તમામ સાંસદોની ટિકિટ રદ કરવા જઈ રહી છે. અખિલેશ યાદવે દાવો કર્યો છે કે એવું સાંભળવા મળ્યું છે કે જે સાંસદોની ટિકિટ ભાજપ નથી કાપી રહી તે સાંસદ પોતાની સીટ બદલી રહ્યા છે અથવા અન્ય રાજ્યની સુરક્ષિત બેઠક શોધી રહ્યા છે.

ભાજપના સાંસદોએ નથી કર્યું કોઈ કામ: અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ટ્વીટ કરી કહ્યું છે કે ભાજપ લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારો એટલે માટે જાહેર નથી કરી રહી કે કારણ કે હાલના સાંસદોએ તેમના ખિસ્સા ભરવા સિવાય કંઈ કામ જ નથી કર્યું. આ કારણે ભાજપ અને તેના સાંસદોથી જનતા રોષે ભરાયેલી છે. આ વિપરિત સંજોગોને જોતા ભાજપ નવા ઉમેદવારોની શોધ કરી રહી છે, પરંતુ હારવા માટે કોઈ લડવા માંગતું નથી, એટલે જ ભાજપ તરફથી એક પણ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

ભાજપને આ વખતે નહી ચૂંટે લોકો: અખિલેશ યાદવ

અખિલેશ યાદવે દાવો કર્યો છે કે બીજેપી સાંસદો ક્યારેય તેમના મતવિસ્તારમાં આવ્યા જ નથી. તેમણે પરીક્ષા જ નથી આપી તો રિપોર્ટ કાર્ડ કેવી રીતે બનશે. ભાજપ ટિકિટ કાપે તે પહેલા જનતાએ જ તેમનું નામ કાપી નાખ્યું છે. આ વખતે ભાજપના લોકોને તેમના સંસદીય ક્ષેત્રમાં જીત નહીં મળે. આ વખતે ઉત્તર પ્રદેશના લોકો માત્ર વાતો કરનારા નહીં પરંતુ સાચા અને સારા કામ કરનારા લોકોને પસંદ કરશે.

 

સપાએ 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

સમાજવાદી પાર્ટી ઈન્ડી ગઠબંધન સાથે લોકસભા ચૂંટણી લડી રહી છે. સપાએ કોંગ્રેસને 11 અને જયંત ચૌધરીની પાર્ટીને 7 બેઠકો આપી છે. હાલમાં જ સપાએ લોકસભાના 16 ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી છે. સપા સંપૂર્ણ તૈયારી સાથે લોકસભા ચૂંટણીમાં ઉતરી રહી છે.

આ પણ વાંચો: સાઉથના સ્ટાર થલપતિ વિજયે રાજકારણમાં ઝંપલાવ્યું, રાજકીય પક્ષની કરી રચના

Back to top button