લખનઉઃ ઉત્તરપ્રદેશના રાજધાની લખનઉમાં મોબાઈલ પર ગેમ રમવાની મનાઈ કરતા 10 વર્ષના બાળકે આત્મહત્યા કરી લીધી છે. માતાએ ઠપકો આપ્યા બાદ માસૂમે આ ખૌફનાક પગલું ભર્યું. લખનઉના પોલીસ સ્ટેશન હુસૈનગંજના ચિતવાપુર વિસ્તારનો આ કેસ છે. પતિના મોત પછી કોમલ (40 વર્ષ) પોતાના પુત્ર આરુષ (10 વર્ષ) અને પુત્રી વિદિશા (12 વર્ષ)ની સાથે પિતાના ઘરે રહે છે.
પરિવારના જણાવ્યા મુજબ, પુત્ર આરુષ ઘણાં દિવસથી સ્કૂલે જતો ન હતો. અને ઘરમાં જ આખોદિવસ મોબાઈલમાં ગેમ રમ્યા કરતો હતો. જેને લઈને તેને અનેક વખત સમજાવવામાં પણ આવ્યો. આ વચ્ચે ઘટનાવાળા દિવસે માતાએ જ્યારે પુત્રને ફટકાર્યો અને તેના હાથમાંથી મોબાઈલ ઝુંટવી લીધો હતો. આ દરમિયાન ગુસ્સામાં આવેલા આરુષે પોતાની બહેન વિદિશાને રૂમની બહાર મોકલી દીધી અને દરવાજો બંધ કરી દીધો. ઘણે મોડે સુધી દરવાજો ન ખોલતાં પરિવારના લોકોએ તેને બોલાવ્યો. પરંતુ કોઈ અવાજ ન આવતા અંતે દરવાજો તોડવામાં આવ્યો હતો. દરવાજો ખૂલતાંની સાથે જ માસૂમ ફંદા પર લટકતો હતો. અફરાતફરીમાં પરિવારના લોકોએ તેને નીચે ઉતાર્યો પરંતુ બાળકનું મોત થઈ ગયું હતું.
DCP સેન્ટ્રલ ઝોન અપર્ણા રજત કૌશિકના જણાવ્યા મુજબ બાળકે સુસાઈડ કર્યું છે. મા દ્વારા કોઈ રજૂઆત નથી કરવામાં આવી. પરિવારના જણાવ્યા મુજબ બાળક મોબાઈલ પર ગેમ વધુ રમતો હતો અને માતા તેને બોલતી હતી. તેનાથી નારાજ થઈને તેને આ પગલું ઉઠાવ્યું છે.
ઓનલાઈન ગેમિંગને લઈને કેન્દ્ર સરકારનું કડક વલણ
મહત્વપૂર્ણ છે કે ઓનલાઈન ગેમિંગના કારણે સમાજમાં દુષ્પ્રભાવ પડે છે, જેને જોતા કેન્દ્ર સરકારે યોગ્ય નીતિ કે નવા કાયદાઓ લઈને આવશે. રેલવે, સંચાર અને સૂચના પ્રોદ્યોગિક મંત્રી વૈષ્ણવે ગત દિવસોમાં જ પત્રકારો સાથે વાતચીત દરમિયાન આ જાણકારી આપી હતી. વૈષ્ણવે કહ્યું હતું કે હાલમાં જ તેમણે તમામ રાજ્યોના સૂચના પ્રોદ્યોગિક મંત્રીઓની સાથે બેઠક કરી હતી. જે ઓનલાઈન ગેમિંગના પ્રભાવને લઈને ચિંતિત હતા.