ગુજરાતમધ્ય ગુજરાત

ઉમરેઠમાં ગ્રીષ્માવાળી થતા રહી ગઈ : ઉશ્કેરાયેલ યુવકે યુવતીનું ગળું કાપી બાથરૂમમાં પૂરી ભાગી ગયો

Text To Speech

ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ જેવી ઘટના બનતી રહી ગઈ છે. ઉમરેઠની કાછિયાપોળમાં ઉશ્કેરાયેલો યુવક યુવતીનું ગળું કાપી હત્યા કરવાની ઘટના સાને આવતા ચકચાર મચી જવા પામી છે. સુરતનો ચકચારી ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ બાદ આવી અનેક ઘટનાઓ બહાર આવી રહી છે. જેમાં યુવતીઓને કોઈને કોઈ કારણસર હત્યા કરી દેવામાં આવતી હોય છે. ત્યારે આણંદના ઉમરેઠમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં યુવક અને યુવતી વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલ યુવકે યુવતીનું ગળુ કાપીને તેની હત્યા કરવાની કોશિશ કરી ભાગી ગયો છે.

ઉમરેઠમાં યુવતીની હત્યાની કોશિશ

મળતી માહિતી મુજબ આણંદના ઉમરેઠમાં યુવતીનું ગળુ કાપી હત્યાની કોશિશ કરવામાં આવી છે. ઉમરેઠના કાછીયાપોળમાં ગઈકાલે જ યુવક-યુવતી ભાડે રહેવા આવ્યા હતા. આ દરમિયાન યુવક- યુવતી વચ્ચે અણબનાવ થતા યુવકે યુવતીનું ગળુ કાપી મારી નાખવાની કોશિશ કરી હતી. જોકે આ યુવતીએ બુમરાણ મચાવતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા અને યુવતીને બચાવીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી.

ઉમરેઠમાં હત્યાની કોશિશ-humdekhengenews

યુવતીનું ગળુ કાપી બાથરુમમાં પુરી દીધી

આ અંગે વધુ જાણકારી મુજબ આ યુવકે યુવતીના ગળામાં ઘા મારીને તેને બાથરુમમાં પુરી દીધી હતી. અને યુવક મકાનને બહારથી તાળું મારી જતો રહ્યો હતો. યુવતીએ બુમરાણ મચાવતા રહીશો દોડી આવ્યા હતા અને ઘાયલ યુવતીને 108 મારફતે સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. આ યુવતીની ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.

પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી

આ અંગે જાણ ઉમરેઠ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : ગણતંત્ર દિવસની ઉજવણી : કચ્છથી રાજસ્થાન બોર્ડર સુધી BSFએલર્ટ પર

Back to top button