ગુજરાત

બે દિવસમાં સિંગતેલના ભાવ આસમાને ! ફરી એક વખત ભાવમાં આટલો વધારો ઝીંકાયો

Text To Speech

મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓને વધુ એક ફટકો પડવા જઈ રહ્યો છે. સિંગતેલના ભાવમાં ફરી એક વાર વધારો થયો છે. સિંગતેલમાં બે દિવસમાં રૂપિયા 30નો વધારો થયો છે. જેથી મોંધવારીનો માર સહન કરી રહેલા મધ્મ વર્ગને વધુ એક મોંધવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.

સિંગતેલનાં ભાવમાં ફરી વખત વધારો ઝીંકાયો

સતત વધતી જતી મોંઘવારીના કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાયું છે. સામાન્ય માણસને મોંઘવારીમા ઘર કેવી રીતે ચલાવવું તે અત્યારે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. મધ્ય અને ગરીબ વર્ગના માણસોને આવક કરતા ખર્ચમાં વધારો થયો છે. જીનવ જરૂરીયાતની વસ્તુઓમાં વધારો થતા સામાન્ય માણસને ખાવા પીવાની વસ્તુઓમાં પણ કાપ મુકવો પડે તેવી સ્થિતી સર્જાઈ રહી છે. ત્યારે સામાન્ય જનતાને મોૌંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે. સિંગ તેલના ભાવમાં ફરી એક વાર વધારો ઝીંકાયો છે.

સિંગતેલના ભાવ-HUMDEKHENGENEWS

જાણો કેટલો થયો વધારો

સીંગતેલના ભાવમાં બે દિવસમાં રૂપિયા 30નો વધારો થયો છે. જેથી હવે સીંગતેલના 2700 ડબ્બાના ભાવ રૂ.2730 થયા છે. અને કપાસિયા તેલમાં પણ રૂપિયા 5 નો વધારો થયો છે.

આ પણ વાંચો : અમદાવાદની સ્કૂલમાંથી વિદ્યાર્થી ગુમ, 24 કલાક બાદ પણ ભાળ ન મળતા પરિવારમાં ચિંતાનો માહોલ

Back to top button