તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં શિજાન ખાનને પોલીસે કોર્ટની બાર ઘસેડ્યા, લોકોએ કહ્યુ પોલિસની રેગિંગ
તુનિષા શર્માની આત્મહત્યાના કારણે તેના પૂર્વ બોયફ્રેન્ડ શીજાન ખાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. તુનીષાના પરિવારે અભિનેત્રીના મોત માટે શીજાન ખાનને જવાબદાર ગણાવ્યો હતો. જે બાદ પોલીસ પણ તેની સતત પૂછપરછ કરી રહી છે. ગતરોજ શીજાનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ જે રીતે શીજાનને ખેંચી લઈ જઈ રહી હતી તે જોતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
પોલીસ શીજાનને ઘસડીને લઈ ગઈ
View this post on Instagram
શીજાન ખાન અગાઉ 28 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં હતો. તેને આગલા દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેના રિમાન્ડ વધારવાનો નિર્ણય આપ્યો હતો. શીજાનને કોર્ટમાં લઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં શીજાન વાદળી રંગની હૂડી અને જીન્સમાં જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસ તેનો જીપમાં ઘસડીને ખેચી રહી હતી. ત્યારે આ સમયે શીજાનના પગમાં ચપ્પલ પણ પહેર્યા ન હતા. પોલીસ શીજાનને કારમાંથી ખેંચીને લઈ જતી જોવા મળી રહી છે.
શીજાનને લાવવાની ખબર મળતા જ લોકોનું ટોળુ જમાં થઈ ગયુ હતુ. ત્યારે પોલીસ તેમને ટાળવા માટે શીજાનને ઝડપી લઈ રહી છે. પોલીસ જે રીતે શીજાનને ચપ્પલ વગર રોડ પર ખેંચી રહી છે તે અંગે લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: તુનિષા શર્મા આત્મહત્યા કેસ: પોલીસને મળી શીજાનની 250 પેજની Whatsapp Chat
યુઝરે કહ્યું પોલીસ રેગિંગ કરી રહી છે
વાયરલ વીડિયો પર એક યુઝરે લખ્યું-
આ ખૂબ જ ખરાબ છે. શું તેણે કોઈ કબૂલાત કરી છે કે તેની સામે પુરાવા મળ્યા છે? પોલીસ તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરી રહી છે.
અન્ય યુઝરે લખ્યું- જો તેણે હત્યા કરી હોત તો તે ખોટું થાત. જો કોઈ આવી રીતે તૂટી જાય અને છોકરી આત્મહત્યા કરે તો શું તમે છોકરાને ઉપાડી જશો? આમાં ન્યાય ક્યાં છે? આ સિવાય ઘણા યુઝર્સ શીજાન પ્રત્યે પોલીસના વલણને ખોટું ગણાવીને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.