ધર્મ

ગુજરાતના આ મંદિરમાં મહાશિવરાત્રી પર શિવ નહીં પણ શક્તિની થાય છે પૂજા, શું છે માન્યતા

સામાન્ય રીતે મહાશિવરાત્રિના દિવસે સમગ્ર દેશમાં ભોલેનાથની પૂજા કરવામાં આવે છે. પરંતુ ગુજરાતનું આ એક એવુ શહેર છે કે જ્યા શિવરત્રિ પર શિવની નહિ પરંતુ શક્તિની પૂજા કરવામાં આવે છે. તો જાણો અહી કેમ શિવ નહી પણ શક્તિ પૂજાય છે.

આ પણ વાંચો : મહાશિવરાત્રી પર શિવભક્તોને રેલવેની ખાસ ભેટ, શરુ કરાઈ સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગતો

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓના કુળદેવી પાંડોરી માતાના મંદિરે શિવરાત્રીનો ભવ્ય મેળો યોજાય છે. આ વર્ષે 18 થી 22 ફ્રેબ્રુઆરી સુધી આ મેળો ભરાશે. નેપાળી શૈલીનું આ પ્રાચીન મંદિરે આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન થાય છે. તેમજ આ મેળો પણ 5 દિવસ ચાલે છે. આ મેળામાં મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ એમ ત્રણ રાજ્યોના શ્રધ્ધાળુઓ ઉમટશે. આ નર્મદાનો સૌથી મોટો મેળો આદિવાસી લોક સંસ્કૃતિના અનોખા દર્શન કરાવે છે. જો કે આને શિવરાત્રિ સાથે કોઈ સંબંધ નથી. છતા આ મેળો શિવરાત્રિમાં જ યોજાય છે. આ ધાર્મિક સ્થળ માટે એવી માન્યતા જોડાયેલ છે કે જ્યારે પાંડવો અજ્ઞાતવાસ પર હતા ત્યારે તેઓ આ સ્થળે આવીને રહ્યા હતા.

દેવમોગરા મંદિર - Humdekhengenews

ગુજરાત સરકાર આ સ્થળને યાત્રાધામ તરીકે વિકસાવવાનો પ્રયાસ કરી રહી છે. તો આ ધાર્મિક સ્થળનું મહત્વ પણ વધી ગયુ છે. .બે હજાર ફૂટની ઉંચાઇએ સાતપુડાની ગીરીમાળા માં યોજાતા આ મેળામા પગપાળા સંઘ દ્વારા બળદગાડામાં અને વાહનો દ્વારા લાખોની સંખ્યામાં આદિવાસીઓ પોતાની બાધા-આખડી માનતા પૂર્ણ કરવા આવે છે. તેઓ પરંપરાગત વસ્ત્રોમાં અને સ્ત્રીઓ આગવી શૈલીના અલંકારોમાં સજીધજીને આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખતા જોવા મળે છે. અહી શ્રધ્ધાળુઓ પૂજાપામાં ધનધાન્ય મદીરા તેમજ પશુ પક્ષીઓ ચઢાવે છે. આદિવાસીઓની બાધા માનવા કાપડના ટુકડાથી ટોપલી બાંધીને શ્રધ્ધા પૂર્વક માથે મૂકીને કલાકો સુધી લાઇનમાં ઉભા રહીને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

આ પણ વાંચો : અમેરિકામાં ગુલામીનો અંત લાવનાર 16માં રાષ્ટ્રપતિ લિંકન, જાણો કેવો હતો તેમનો જીવન સંઘર્ષ

દેવમોગરા મંદિર - Humdekhengenews

આ પણ વાંચો : આર્ય સમાજની સ્થાપના કરનાર અને વેદના સાચા અર્થને સમજાવનાર દયાનંદ સરસ્વતીની આજે 200મી જન્મજંયતિ

દેવમોગરા મંદિરે પહેલી ધારનો દેશી દારુ ચઢાવવાનો અનોખો રિવાજ ૫ણ જોવા મળે છે.આદિવાસીઓ બોટલમા પહેલી ધારનો દેશી દારુ પાંડોરી માતાને નૈવૈધ તરીકે ધરાવે છે.એટલુ જ નહી ખેતીનો પહેલો પાક નવું ધાન્ય ચઢાવવાનો પણ રિવાજ છે. ટોપલીમા ધાન્ય લઈને લોકો આવે છે અને માતાજીને અર્પણ કરે છે. ઉપરાંત બકરા, મરધા જીવતા રમતા મૂકવાનો પણ રિવાજ છે, પહેલા બકરા અને મરધાનો બલી ચઢાવાનો રિવાજ પણ હતો. પરંતુ આ પ્રથા બંધ થઈ ગઈ છે, આદિવાસીઓ પશુઓને રમતા મૂકી પોતાની બાધા કે માનતા પૂરી કરે છે

Back to top button