વિશ્વમાં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે. ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસ આવી ગયો છે. જેમાં ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ કેસ આવવા લાગ્યા છે. તેમાં વિદેસથી આવેલ નાગરિકો ખાસ કરીને સંક્રમિત જાહેર થયા છે. તેવામાં અમદાવાદમાં જાપાની નાગરિકનો કોરોના કેસ પોઝિટિવ આવ્યો છે. તેમજ માંડલના વિઠ્ઠલાપુરમાં પોઝિટિવ દર્દી મળ્યો છે. જેમાં દર્દી મારુતિ કંપનીમાં નોકરી કરે છે. તથા જાપાનથી આવ્યા બાદ કંપનીમાં ટેસ્ટ કરાયો હતો.
આ પણ વાંચો: વાયરલ ન્યૂઝ: અમદાવાદ-વડોદરામાં કોરોનાનો નવો વેરિયન્ટ BF.7 સામે આવ્યો, જાણો સત્ય
દર્દીમાં ‘એ’ સીમટોમેટિક લક્ષણો દેખાયા હતા
ઉલ્લેખનીય છે કે કોરોનાનો દર્દી અને જાપાની નાગરિક ગુજરાતમાં મારુતિ કંપનીમાં નોકરી કરે છે. જ્યારે તે જાપાનથી અમદાવાદ આવ્યો ત્યારે દર્દી ‘એ’ સીમટોમેટિક આવતા કંપનીમાં તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હાલમાં દર્દીને અઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. અને દર્દીનું સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના કેસ બાબતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કર્યો મોટો ખુલાસો
દર્દીને કોરોનાના લક્ષણો જણાતા તેનો ટેસ્ટ કરવામાં આવ્યો
હાલ સમગ્ર ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. આ સાથે સાથે જ ભારતમાં પણ કોરોના કેસોમાં વધારો નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક થઇ ગયું છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં જાપાનથી મુસાફરી કરીને ભારત આવેલ એક જાપાની નાગરિકનો કોરોના કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જેમાં માંડલના વિઠ્ઠલાપુરમાં જાપાનથી હવાઈ મુસાફરી કરીને અમદાવાદ આવેલ જાપાની નાગરિકનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દીને કોરોનાના લક્ષણો જણાતા તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હાલ દર્દીનું સેમ્પલ જિનોમ સિકવન્સ માટે મોકલવામાં આવ્યું છે.