ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

આ મુશ્કેલ સમયમાં હું માતાને ભેટીને આશ્વાસન પણ આપી શકતી નથીઃ એક પુત્રીએ વ્યક્ત કરી પીડા

Text To Speech
  • છેલ્લા કેટલાક દિવસોમાં બાંગ્લાદેશમાં જે કંઈ પણ થયું છે, તેના લીધે સત્તાથી લઈને રાજનીતિ સુધી બધું બદલાઈ ગયું છે

નવી દિલ્હી, 8 ઓગસ્ટ: છેલ્લા કેટલાક દિવસોમાં બાંગ્લાદેશમાં જે કંઈ પણ થયું છે, તેના લીધે સત્તાથી લઈને રાજનીતિ સુધી બધું બદલાઈ ગયું છે. આવા સમયે, બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પુત્રી સાયમા વાજિદે ગુરુવારે માતા અને દેશ પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, “હું આવા મુશ્કેલ સમયમાં મારી માતાને જોઈ શકતી નથી અને તેમની પાસે પહોંચીને તેમને ભેટી પણ શકતી નથી, જેના કારણે હું ખૂબ જ દુ:ખી છે.” બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના સરકાર વિરોધી પ્રદર્શનોને કારણે શેખ હસીનાએ સોમવારે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું અને દેશ છોડીને ભારતમાં આશ્રય લીધો હતો.

 

દિલ તૂટી ગયું છે: શેખ હસીનાની પુત્રી 

શેખ હસીનાની પુત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું છે, “બાંગ્લાદેશમાં લોકોના મૃત્યુથી હું દુ:ખી છું, જે લોકોને હું પ્રેમ કરું છું. આ મુશ્કેલ સમયમાં હું મારી માતાને જોઈ શકતી નથી અને તેને ભેટી પણ શકતી નથી. હું આનાથી અત્યંત દુઃખી છું. હું RD(રિજનલ ડાયરેક્ટર-WHO) તરીકે મારી ભૂમિકા નિભાવવાનું ચાલુ રાખીશ.”

બાંગ્લાદેશમાં રાજકીય સંકટ યથાવત

બાંગ્લાદેશ અભૂતપૂર્વ રાજકીય ઇમરજન્સી સાથે ઝઝૂમી રહ્યું છે, કારણ કે 15 વર્ષથી સત્તામાં રહેલા શેખ હસીનાએ વિવાદાસ્પદ અનામત પ્રણાલી સામેના અઠવાડિયાના હિંસક વિરોધ વચ્ચે અચાનક વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું અને દેશ છોડી દીધો હતો. બાંગ્લાદેશના પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને મંગળવારે સંસદ ભંગ કરી દીધી હતી અને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કર્યા હતા. બાંગ્લાદેશમાં નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર શપથ લેશે.

આ પણ જૂઓ: જાપાનમાં 7.1ની તીવ્રતાનો પ્રચંડ ધરતીકંપઃ સુનામીની ચેતવણી

Back to top button