ગુજરાતના આ દરિયાકાંઠાના ગામમાં બિપોરજોય વાવાઝોડાથી બચવા અનોખો ઉપાય કર્યો
- અનુભવને ધ્યાને લઈને ગ્રામજનોની આગોતરી તૈયારી કરી છે
- વાવાઝોડાની મુશ્કેલીથી બચવા સ્વયંભુ ગામની વચ્ચે સાવચેતીરૂપે દોરડા બાંધ્યા
- પાણી આવે તે પહેલાં પાળ બાંધવી આ કહેવતને ગામ લોકોએ સાચી કરી
જામનગર દરિયાકાંઠાનું એક એવું ગામ જ્યાં વાવાઝોડાથી બચવા ચોકમાં દોરડા બંધાય છે. જેમાં વાવાઝોડુ ધીરે ધીરે સૌરાષ્ટ્ર-કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. તેમજ 1998ના વાવાઝોડાના અનુભવને ધ્યાને લઈને ગ્રામજનોની આગોતરી તૈયારી કરી છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે દોરડાની સલામતીએ સુરક્ષિત સ્થાને પહોંચી જવાય છે અને જાનહાનિ ઓછી થાય છે.
આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાને લઇ કચ્છમાં કાલ જો ડી કચ્છી માડુ લા ભારી આયની બૂમો પડી
ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનો ખતરો
ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. ત્યારે વાત છે જામનગર તાલુકાના એક એવા ગામની કે જ્યાં ગ્રામજનો વાવાઝોડાની મુશ્કેલીથી બચવા સ્વયંભુ ગામની વચ્ચે સાવચેતીરૂપે દોરડા બાંધે છે અને ગામમાં જાનમાલની નુકસાની અટકાવવા નવતર આયોજન કરે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના ખતરા સામે સગર્ભા મહિલાઓ માટે ખાસ ડ્રાઈવ કરાઈ
પાણી આવે તે પહેલાં પાળ બાંધવી આ કહેવતને ગામ લોકોએ સાચી કરી
પાણી આવે તે પહેલાં પાળ બાંધવી આ કહેવતને જામનગર પાસે આવેલ રસુલનગર ગામના ગ્રામજનો સાચા અર્થમાં સાર્થક કરી રહ્યા છે. વાવાઝોડુ ધીરે ધીરે સૌરાષ્ટ્ર-કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે આશરે 1500થી 1700ની વસ્તી ધરાવતું રસુલનગર પણ એક બની આવનારી આફતને પહોંચી વળવા સજ્જ બન્યું છે. આ ગામ નીચાણવાળા વિસ્તારમાં આવેલ છે અને અહીં મોટાભાગે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તેમના પરિવારજનો સાથે વસવાટ સાવચેતી અને સલામતિના ભાગરૂપે ગામની મધ્યમાં ચોતરફ દોરડા બાંધવામાં આવે છે. જેથી વાવાઝોડા સમયે દોરડાની મદદથી તેને પકડી આસપાસના સુરક્ષિત સ્થાનો સુધી પહોંચી સુરક્ષિત આશ્રાય મેળવી શકાય. આ ગ્રામજનોએ 1998માં આવેલ વાવાઝોડાને જોયું છે અને ત્યારે પણ આ દોરડાથી ગામવાસીઓ સલામત સ્થળે ગયા હતા.