વડોદરાની સગર્ભા ઇન્ફ્લૂએન્ઝાના મ્યૂટેટ થયેલા વાઇરસની ઝપટમાં આવી છે. જેમાં H3N2 સામાન્ય રીતે પશુઓમાં જોવા મળતો વાઇરસ છે. તેમાં વાઘોડિયારોડની સગર્ભા યુવતી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહી હતી. તેમાં ખાંસી, ગળા અને માથામાં દુઃખાવો અશકિત સહિતના લક્ષણો જોવા મળ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ઠંડીએ છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો, જાણો કયા પડી હાડ થીજવતી ઠંડી
ઇન્ફ્લૂએન્ઝાના મ્યુટ્રેટ થયેલા વાઇરસ H3N2 છે
વાઘોડિયારોડની સગર્ભા યુવતીનો H3N2નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તા.10મીના રોજ તેને સયાજી ખસેડવામાં આવી હતી. જયાં તેની સારવાર બાદ સોમવારે તેને રજા આપી દેવામાં આવી છે. ઇન્ફેકશન સ્પેશીયાલીસ્ટ ડૉ હિતેન કારેલીયાના જણાવ્યા મુજબ ફલૂના વાઇરસની રચના H અને N બે ટાઇપના પ્રોટીનથી થાય છે. તે H અને Nનુ કોમ્બીનેશન છે આપણે 2009 થી H1N1 સ્વાઇન ફલૂ જોવા મળ્યો હતો. ઇન્ફ્લૂએન્ઝાના મ્યુટ્રેટ થયેલા વાઇરસ H3N2 છે.
આ પણ વાંચો: રાજ્યમાં કોલ્ડવેવની અસર, જાણો લોકોએ શું અનુસરવું અને કેવી રીતે રાખશો ધ્યાન
આ વાઇરસ ભૂંડ જેવા પશુઓમા જોવા મળે છે
ઇન્ફ્લૂએન્ઝાના મ્યૂટેટ થયેલા વાઇરસની ઝપટમાં આવી ગયેલી વાઘોડિયારોડની સગર્ભા યુવતીની સફળ સારવાર બાદ મોડી સાંજે તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. વાઘોડિયારોડની સગર્ભા યુવતી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહી હતી. જયાં તેને ખાંસી ગળા અને માથામાં દુઃખાવો અશકિત સહિતના લક્ષણો જોવા મળ્યા હતા. આથી તેનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો જેમાં સ્વાઇન ફલૂ H1N1 રિપોર્ટ અને કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે તેનામાં H3N2 વાઇરસ જોવા મળ્યો હતો. જે ઇન્ફ્લૂએન્ઝાના મ્યૂટેટ થયેલો વાઇરસ છે. સામાન્ય રીતે આ વાઇરસ ભૂંડ જેવા પશુઓમા જોવા મળે છે. જે હવે માણસોમાં પણ જોવા મળી રહ્યો છે.