ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના આ શહેરમાં પાણીની પાઇપમાં માનવ અવશેષો મળતા ભયનો માહોલ

  • પાણીની પાઇપ લાઇનની સફાઈ કરી પણ ખરાબ પાણી આવતુ
  • દુષિત પાણી આવતા લોકો પાણી પીવા તૈયાર નથી
  • સેવાભાવી સંસ્થાઓ દ્વારા અસર ગ્રસ્ત વિસ્તારોમાં મિનરલ પાણીનું વિતરણ

સિદ્ધપુર શહેરમાં સતત પાણીની પાઇપ લાઈનમાં માનવ અવશેષો મળી આવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો પાલિકા દ્વારા પાણીની પાઇપ લાઇન સાફ સફાઈ કરી હોવા છતાં પણ દુષિત પાણી આવતા લોકો પાણી પીવા તૈયાર નથી. જેને લઇ સેવાભાવી સંસ્થાઓ દ્વારા અસર ગ્રસ્ત વિસ્તારોમાં મિનરલ પાણીના જગનુ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: 200 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલોમાંથી છુટ્યા, આજે વાઘા અટારી સરહદે આવશે 

સેવાભાવી સંસ્થાઓ દ્વારા અસર ગ્રસ્ત વિસ્તારોમાં મિનરલ પાણીનું વિતરણ

સિદ્ધપુર શહેરમાં વોર્ડ નંબર 4 અને 5માં પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળવાને લઇ લોકોમાં ભારે રોષ સાથે ભય જોવા મળી રહ્યો છે. ત્યારે આ વિસ્તારોમાં પીવાના પાણીની મુખ્ય સમસ્યા ઉભી થવા પામી છે તો પાલિકા દ્વારા પાણીની ટાંકી અને પાઇપ લાઈનની સાફ સફાઈ કરાવી હતી. પાણી છોડતાં ફરી માનવ અવશેષો અને દુષિત પાણીની સમસ્યા યથાવત રહેતા હવે લોકો પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી પીવા તૈયાર નથી. તો પાલિકા દ્વારા આપવામાં આવતા પાણીના ટેન્કર પણ બંધ કરી દેવામાં આવ્યા છે. જેને લઇ પાણીની સમસ્યા મોટી ઉભી થવા પામી છે.

આ પણ વાંચો: વાર્ષિક રૂ.8 લાખ સુધીની આવક ધરાવતા વાલીઓના સંતાનો માટે 50 ટકા ફિ 

દુષિત પાણી આવતા લોકો પાણી પીવા તૈયાર નથી

શહેરની સેવા ભાવી સંસ્થાઓ અને સ્થાનિક ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂતના સહયોગથી અસર ગ્રસ્ત વિસ્તારોમાં છેલ્લા 11 દિવસથી મિનરલ પાણીના જગ દરેક વિસ્તારોમાં પહોંચાડવામાં આવે છે અને આ વિસ્તારમાં રોજના 20 લીટરના 1000 પાણીના ઘરે ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે અને આ સેવા યજ્ઞને લઇ લોકો સુધી પીવાના પાણી પહોંચવા પામ્યા છે. તો પાલિકા દ્વારા પાણીની પાઇપ લાઈન સાફ સફાઈ કરી પાણી તો આપવામાં આવ્યું પણ હજુ પાણી દુષિત આવતું હોવાની ફરિયાદો યથાવત રહેવા પામી છે અને પાલિકાના શુદ્ધ પાણીના દાવા માત્ર કાગળ પર હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઘી, પનીર બાદ હવે કપાસિયા તેલમાં પણ ભેળસેળ શરૂ

પાણીની પાઇપ લાઇનની સફાઈ કરી પણ ખરાબ પાણી આવતુ

દુષિત પાણી આવવા મામલે સિદ્ધપુર ચીફ ઓફિસરને પૂછતાં તેમને જણાવ્યું હતું કે જે વિસ્તારોમાં પાણી ચોકઅપ થયું હતું તે તમામ પાઇપોની સાફ સફાઈ કરાવવામાં આવી છે. અને જો કોઈ વિસ્તારમાં પાણીમાં દુર્ગંધ મારતું પાણી આવે તો પાલિકામાં જાણ કરવા અંગે પણ જાહેરાત કરવામાં આવી છે. જેથી સમસ્યા દૂર કરી શકાય અને અસર ગ્રસ્ત વિસ્તાર વોર્ડ નંબર 4 અને 5માં પાણી છોડતાં તે સેમ્પલ પણ ઘરે ઘરેથી લેવામાં આવ્યા છે અને તેની લેબોરેટરી પણ કરાવવી છે અને રિપોર્ટમાં પાણી પીવા યોગ્ય છે તેવો પોઝીટીવ રિપોર્ટ પણ આવવા પામ્યો છે. છતાં પણ લોકો પાણી પીવા તૈયાર નથી.

Back to top button