ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ, અમદાવાદમાં ધીમીધારે વરસાદ

Text To Speech

રાજ્યમાં આજે ફરી એકવાર હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજા આજે ઉત્તર ગુજરાતમાં ધડબડાટી બોલાવશે. આગાહી મુજબ બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જો કે અમદાવાદમાં પણ આજે સવારથી જ અનેક વિસ્તારોમાં ધીમી ધારે છાંટા પડી રહ્યા છે. વરસાદી વાતાવરણને કારણે આકાશમાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાયાં છે.

અમદાવાદમાં વરસાદી માહોલ 

હવામાને ઉત્તરના બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. જોકે આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. જે બાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.

ચીકુ, કેરી સહિતના પાકને નુકસાન 

ભારે વરસાદના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચીકુ, કેરી, મગફળી, કેળ અને તેલીબિયાંના પાકને મોટું નુકસાન થયું છે.

Back to top button