ગુજરાત રાજ્યના આ 10 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી ઉપર નોંધાયો
- સૌથી વધુ ગરમી કંડલા એરપોર્ટ પર 45.3 તાપમાન સાથે રહી
- રાજકોટ 41.4, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી ગરમી નોંધાઈ
- ભેજનું પ્રમાણ વધી જતા લોકો પરસેવે રેબઝેબ બન્યા
ગુજરાત રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી ઉપર નોંધાયો છે. જેમાં 45.2ડિગ્રી સાથે અમદાવાદ ગુજરાતનું બીજું સૌથી ગરમ શહેર બન્યુ છે. અમદાવાદમાં પવનની વધુ ઝડપથી રાહતના બદલે લૂ અનુભવાઈ છે. સૌથી વધુ ગરમી કંડલા એરપોર્ટ પર 45.3 તાપમાન સાથે નોંધાઇ છે. જેમાં 10 શહેરોમાં 41 ડિગ્રીથી વધુ ગરમી પડી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદ મામલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી
સૌથી વધુ ગરમી કંડલા એરપોર્ટ પર 45.3 તાપમાન સાથે રહી
રવિવારે ગરમીથી આંશિક રાહત મળી હતી તે સોમવારે દિવસ ઉગતા સુધીમાં ધોવાઈ ગઈ હતી. રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી ઉપર નોંધાયો હતો. સૌથી વધુ ગરમી કંડલા એરપોર્ટ પર 45.3 અને અમદાવાદમાં 45.2 ડિગ્રી નોંધાતા લોકો હેરાન થયા હતા. અમદાવાદમાં પવનની ઝડપ વધુ રહેતા પવનથી રાહત મળવાના બદલે લૂથી વધુ ગરમીનો અનુભવ થયો હતો. ઉનાળો તેની ચરમસીમા પર છે. નૌતપાના દિવસો બરાબરના તપી રહ્યા છે. અમદાવાદનું તાપમાન 45.2 ડિગ્રી નોંધાયું હતું જે રવિવારે 43.2 ડિગ્રી હતું. મતલબ 24 કલાકમાં 2 ડિગ્રી વધી ગયું હતું.
રાજકોટ 41.4, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી ગરમી નોંધાઈ
સવારે થોડી ઠંડક અનુભવાઈ હતી પરંતુ 11 વાગતા સુધીમાં ગરમીએ ગતિ પકડી લીધી હતી. પવનની ગતિ રહેવાના કારણે રાહત મળે તેવું લાગતું હતું પરંતુ તેના બદલે ગરમીનો પારો વધતા આ પવન જ વેરી બન્યા હતા. ભેજનું પ્રમાણ 70 ટકાએ પહોંચી જતા લોકો પરસેવે રેબઝેબ બન્યા હતા. આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થશે નહીં તેવી હવામાન ખાતાની આગાહી છે.અમદાવાદ સિવાય ડીસામાં 44.3, ગાંધીનગર 44.5, વી.વી.નગર 43.1, ભૂજ 41.5, કંડલા પોર્ટ 42.5, કંડલા એરપોર્ટ 45.3, ભાવનગર 44.4, રાજકોટ 41.4, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.