શ્રીલંકા સામેની વર્લ્ડ કપ મેચમાં નેધરલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો કર્યો નિર્ણય
- ઉત્તરપપ્રદેશના લખનૌમાં શ્રીલંકા અને નેધરલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની 19મી મેચ
- નેધરલેન્ડના કેપ્ટન દ્વારા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેવાયો
SL vs NED : વર્લ્ડ કપ 2023ની 19મી મેચ ઉત્તરપપ્રદેશના લખનૌમાં રમવામાં આવી રહી છે. જેમાં શ્રીલંકા અને નેધરલેન્ડ વચ્ચે 19મી મેચ રમાવા જઈ રહી છે. આ મેચનો ટોસ ઊછાળવામાં આવી ચૂક્યો છે. જેમાં નેધરલેન્ડના કેપ્ટન દ્વારા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. નેધરલેન્ડના સુકાની પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા છે.
A blockbuster Saturday is lined up at #CWC23 👊
Who are you cheering for today?#NEDvSL | #ENGvSA pic.twitter.com/hbjE3wcL6x
— ICC (@ICC) October 21, 2023
શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવનની ટીમ
નેધરલેન્ડ સામેની શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવનની ટીમમાં પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (કેપ્ટન, વિકેટકીપર), સાદિરા સમરવિકર્ણ, ચરિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દુશ્ન હેમંથા, ચમિકા કરુણારત્ને, મહેશ તિક્ષ્ણ, કસૂન રાજીથા, દિલશાન મદુશંકાનો સમાવેશ કરવામાં આવ્યો છે
નેધરલેન્ડ પ્લેઇંગ ઇલેવનની ટીમ
શ્રીલંકા સામેની નેધરલેન્ડ પ્લેઇંગ ઇલેવનની ટીમમાં વિક્રમજીત સિંઘ, મેક્સ ઓ’ડાઉડ, કોલિન એકરમેન, બાસ ડી લાઇડ, તેજા નિદામાનુરુ, સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન, ડબલ્યુકે), સિબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ, રોલોફ વાન ડેર મેરવે, લોગાન વેન બીક, આર્યન દત્ત, પોલ વાન મીકરેનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામેની મેચમાંથી બહાર કેમ ?