વર્લ્ડ કપ 2023: ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું
વર્લ્ડ કપ-2023માં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવીને જીત હાંસલ કરી છે. મહારાષ્ટ્રના પુણેમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે.
CWC2023. India Won by 7 Wicket(s) https://t.co/h882jYJMq3 #INDvBAN #CWC23
— BCCI (@BCCI) October 19, 2023
બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. લિટન દાસ અને તંજીદ હસનની અડધી સદીની મદદથી બાંગ્લાદેશે 50 ઓવરમાં 256 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 257 રનનો ટાર્ગેટ 41.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. ટીમ ઈન્ડિયાની જીતનો હીરો વિરાટ કોહલી રહ્યો. તેણે 103 રનની અણનમ ઇનિંગ રમી હતી.
𝙃𝙐𝙉𝘿𝙍𝙀𝘿!
Number 4⃣8⃣ in ODIs
Number 7⃣8⃣ in international cricketTake a bow King Kohli 👑🙌#CWC23 | #TeamIndia | #INDvBAN | #MenInBlue pic.twitter.com/YN8XOrdETH
— BCCI (@BCCI) October 19, 2023
આવી હતી બાંગ્લાદેશની ઇનિંગ્સ
મેચમાં બાંગ્લાદેશે સારી શરૂઆત કરી હતી. પરંતુ ભારતીય બોલરોએ તેમની હરીફ ટીમને સારી શરૂઆતનો ફાયદો ઉઠાવવા દીધો ન હતો અને આઠ વિકેટે 256 રન સુધી મર્યાદિત રાખ્યું હતું. એક સમયે બાંગ્લાદેશનો સ્કોર કોઈ પણ નુકસાન વિના 93 રન હતો, પરંતુ ત્યારપછી ભારતીય બોલરોએ હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત હોવા છતાં તેને મોટો સ્કોર કરવા દીધો ન હતો.
હાર્દિકે નવમી ઓવરમાં બોલનો હવાલો સંભાળ્યો પરંતુ લિટન દાસની સ્ટ્રેટ ડ્રાઈવને રોકવાનો પ્રયાસ કરતી વખતે તેની પગની ઘૂંટી વળી ગઈ. તેણે પહેલા મેદાન પર જ સારવાર લીધી પરંતુ અંતે તેણે મેદાન છોડવું પડ્યું. બાદમાં ભારતીય ક્રિકેટ બોર્ડે કહ્યું કે હાર્દિકને સ્કેન માટે લઈ જવામાં આવ્યો છે. વિરાટ કોહલીએ હાર્દિકની ઓવર પૂરી કરી.
તે સમય સુધી ભારત તેની પ્રથમ સફળતાની રાહ જોઈ રહ્યું હતું. કુલદીપ યાદવે ભારતને પહેલી સફળતા અપાવી જ્યારે બીજી સફળતા રવિન્દ્ર જાડેજાએ અપાવી. આ પછી બાંગ્લાદેશના બેટ્સમેન મુક્તપણે રમી શક્યા ન હતા. જાડેજાએ 10 ઓવરમાં 38 રન આપીને બે વિકેટ લીધી હતી અને મુશફિકુર રહીમનો શાનદાર ડાઇવિંગ કેચ પણ લીધો હતો.
તંજીદે 43 બોલમાં 51 રન બનાવ્યા જેમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. વનડેમાં આ તેની પ્રથમ અડધી સદી છે. લિટન દાસે 82 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 66 રન બનાવ્યા હતા જ્યારે રહીમે 38 રનનું ઉપયોગી યોગદાન આપ્યું હતું. ઈનિંગના છેલ્લા તબક્કામાં, મહમુદુલ્લાહે 36 બોલમાં 46 રનની આક્રમક ઈનિંગ રમી જેમાં ત્રણ ચોગ્ગા અને વધુ છગ્ગા સામેલ હતા. તંજીદ અને લિટન દાસે 93 રન ઉમેર્યા, જે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ માટે પ્રથમ વિકેટ માટે સૌથી વધુ ભાગીદારી છે. આ ભાગીદારી તૂટ્યા બાદ બાંગ્લાદેશે વિકેટ ગુમાવી હતી જેના કારણે બાંગ્લાદેશનું 300 રનની નજીક પહોંચવાનું સપનું પૂરું થઈ શક્યું ન હતું.