રાજ્યમાં છેલ્લા એક અઠવાડીયાથી ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. ત્યારે આ કાતિલ ઠંડીનાં કારણે હૃદય સંબંધિત સમસ્યાઓ મોટા પ્રમાણ જોવા મળી રહી છે. ત્યારે શિયાળાની સિઝનમાં હૃદય રોગના હુમલા, હૃદયની સમસ્યાઓનાં કેસમાં જંગી વધારો નોંધાયો છે. ગત વર્ષ ડિસેમ્બર 2021માં 108 એમ્બ્યુલન્સને હાર્ટ એટેક સહિતના કાર્ડિયાકને લગતાં રોજના 135 કોલ્સ મળ્યા હતા. જોકે, આ વર્ષે ડિસેમ્બરમાં રોજના 178થી 180 કોલ્સ મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં વર્ષ 2021માં હૃદય રોગના હુમલાથી 2,948 દર્દીનાં મોત થયા હતા.
શિયાળાની ઠંડીમાં હૃદયરોગનું જોખમ વધ્યું
ગુજરાતમાં ઠંડી ધીમે ધીમે વધી રહી છે. ત્યારે આ વધતી ઠંડકમાં અનેક નાની મોટી બિમારીઓ જોવા મળી રહી છે. જેમાં ટીબી રીલેટેડ કેસથી લઈને કોરોના હૃદયની પણ સમસ્યાઓ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં હૃદયરોગના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હૃદયરોગના હુમલામાં ગુજરાત ત્રીજા ક્રમે છે. ગુજરાતમાં ડિસેમ્બરના 25 દિવસમાં 108 એમ્બ્યુલન્સને કાર્ડિયેક ઈમરજન્સીના 4463 કેસ મળ્યા છે. કોરોના સમયે હૃદયરોગના હુમલા રોજના 101 કેસ હતા, જે હવે 178 કેસ થયા છે. એક રિપોર્ટ મુજબ, ગુજરાતમાં વર્ષ 2021માં હૃદયરોગના હુમલાથી 2948 દર્દીના મોત થયા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં કાતિલ ઠંડી યથાવત્, આગામી સપ્તાહથી હજુ વધશે ઠંડીનું જોર
શિયાળા દરમિયાન 20 ટકા કેસમાં વધારો
કાતિલ ઠંડીમા વહેલી સવારના લોકો હૃદયરોગના હુમલાના શિકાર બનતા હોય છે. તેમજ શિયાળા દરમિયાન 20 ટકા કેસમાં વધારો જોવા મળે છે. કાર્ડિયોલોજીસ્ટોના મતે શિયાળા દરમિયાન હૃદય સંબધિત સમસ્યા ધરાવનારાઓએ શિયાળામાં ખાસ કાળજી રાખવી જરુરી છે.
ઈમ્યુનિટી નબળી પડતા અન્ય પણ બિમારીઓ થઈ શકે
ઠંડીના કારણે ઈમ્યુનિટી પર પણ પ્રભાવ પડે છે. આ ઋતુમાં ઈમ્યુનિટી નબળી પડી જાય છે, જેના કારણે માણસને કેટલાય પ્રકારની બિમારીઓ થાય છે. આ જ કારણ છે કે, ઠંડીની સિઝનમાં ખાવા-પીવાનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. ગંભીર બિમારીઓના શિકાર દર્દીઓને આ ઋતુમાં પોતાનો વધારે ખ્યાલ રાખવાની જરુર છે. આજકાલ હાર્ટ અટેકનો ખતરો ખૂબ વધી ગયો છે. 40-45 વર્ષના લોકો પણ તેનો શિકાર થઈ રહ્યા છે.