ગુજરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ હાજરીમાં અંકલેશ્વરમાં 4,277 કિલો ડ્રગ્સનો નાશ કરાયો

Text To Speech

ગઈ કાલે ઇન્સીનેટરમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રાજ્યના ભરૂચ સહિત 9 જિલ્લામાંથી ઝડપાયેલા હેરોઇન, એમ.ડી. ડ્રગ્સ, અફીણ, ગાંજો સહિત 4277 કિલો ડ્રગ્સ કિંમત રૂપિયા 2614 કરોડના જથ્થાનો નાશ કરાયો હતો.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ હાજરીમાં સોમવારે દેશના વિવિધ ખૂણામાં 1.44 લાખ કિલોગ્રામ દવાઓનો નાશ કરવામાં આવ્યો હતો.કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ડ્રગ્સ સ્મગલિંગ એન્ડ નેશનલ સિક્યુરિટી પર એક કોન્ફરન્સમાં ભાગ લેતી વખતે રાષ્ટ્રીય રાજધાનીમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેને હાથ ધરતા નિહાળ્યું હતું. નાશ કરાયેલા ડ્રગ્સમા રાજ્યોની વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓએ પણ ભાગ લીધો હતો.

એક વર્ષમાં આટલા ડ્રગ્સનો નાશ કરાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, કેન્દ્ર સરકારે ડ્રગ્સ મુક્ત ભારત બનાવવા માટે માદક દ્રવ્યોની સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ અપનાવી છે.જે અંતર્ગત NCBના તમામ પ્રાદેશિક એકમો અને રાજ્યોના એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે 1 જૂન, 2022 થી 15 જુલાઈ, 2023 સુધીમાં લગભગ 8,76,554 કિલોગ્રામ જપ્ત કરાયેલ ડ્રગ્સનો સામૂહિક રીતે નાશ કરવામા આવ્યો છે. સોમવારે કરાયેલા ડ્રગ્સના નાશ સાથે, માત્ર એક વર્ષમાં નાશ પામેલા ડ્રગ્સનો કુલ જથ્થો 10 લાખ કિલોગ્રામની આસપાસ પહોંચી જશે.જેની સંયુક્ત કિંમત લગભગ 12,000 કરોડ રૂપિયા છે.

ભરૂચની કંપનીમાંથી કરોડો ઉપરાંતનો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચમાં પાનોલી, વિલાયતની કંપનીઓ અને તેની વડોદરા શાખા દ્વારા ડ્રગ્સનું ઉત્પાદન ભરૂચ અને મુંબઈ પોલીસ સાથે ગુજરાત ATS એ પકડી પાડ્યું હતું. આ વર્ષે ભરૂચની કંપનીમાંથી કરોડો ઉપરાંતનો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો.

આ પણ વાંચો : જગતમંદિર દ્વારકામાં દર્શન કરવા જતા હોવ તો આ ટાઈમ ટેબલ ખાસ જોઈ લેજો, અધિકમાસ નિમિત્તે થયા આ ફેરફાર

Back to top button