અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલવર્લ્ડશ્રી રામ મંદિર

USમાં ‘જય શ્રી રામ’ના નાદથી ગુંજી ઊઠ્યું હ્યુસ્ટન, નીકળી વિશાળ કાર રેલી

  • પ્રાણ-પ્રતિષ્ઠાને લઈ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોના લોકોમાં ભારે ઉત્સાહ
  • વિશ્વ હિંદુ પરિષદ દ્વારા 11 મંદિરોએ ઊભા રહીને પ્રાણ-પ્રતિષ્ઠામાં હાજરી આપવાનું ઔપચારિક આમંત્રણ અપાયું 
  • ભગવા બેનરોને લઈને 500થી વધુ લોકો દ્વારા 216 કાર સાથે આ રેલી કાઢવામાં આવી

હ્યુસ્ટન, 9 જાન્યુઆરી : અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે. જેને લઈને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે સાત સમંદર પાર અમેરિકાના હ્યુસ્ટનમાં રામ મંદિરના પ્રાણ -પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા શ્રદ્ધાળુઓએ રવિવારે ‘જય શ્રી રામ’ના નારા સાથે ભારે ઉત્સાહથી અદભૂત કાર રેલી કાઢી હતી. આ રેલી રસ્તામાં 11 મંદિરો ખાતે ઊભી રહી હતી.

શ્રી રામ-હ્યુસ્ટન - HDNews

આ મંદિર પ્રશાસનને અમેરિકાની વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે ઔપચારિક આમંત્રણ આપવામાં આવ્યું હતું. રામ મંદિર, ભારતીય ધ્વજ અને અમેરિકન ધ્વજ સાથેના ભગવા બેનરોને લઈને 500થી વધુ લોકો દ્વારા 216 કાર સાથે આ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીએ 100 માઈલનો રૂટ કવર કર્યો હતો.

 

2 હજારથી વધુ લોકોએ ભાગ લીધો, 11 મંદિરો ખાતે રેલી રોકાઈ

હ્યુસ્ટનની વ્યસ્ત શેરીઓમાંથી પસાર કરીને એક ટ્રકના નેતૃત્વમાં આ રેલી નીકળી હતી. ‘જય શ્રી રામ’ના નારા સાથે નીકળેલી આ રેલી 6 કલાકમાં 11 મંદિરોમાં રોકાઈ હતી. આશરે 2 હજાર જેટલા યુવા-વૃદ્ધ ભક્તોએ મંદિરોમાં સ્તુતિ ગાન સાથે શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. મંદિરમાં હાજર દરેક વ્યક્તિ ‘જય શ્રી રામ’ના નારા અને શંખના નાદથી મંત્રમુગ્ધ થઈ ગયા હતા. અહીં હાજર રામ ભક્તો માટે આ ક્ષણનો અનુભવ કરવાનો ઘણો આનંદ હતો.

શ્રી રામ-હ્યુસ્ટન - HDNews

 

 

અહેવાલો અનુસાર, હ્યુસ્ટનની વિશ્વ હિંદુ પરિષદના સ્વયંસેવકોએ પહેલીવાર આવી રેલીનું આયોજન કર્યું હતું. VHPAના સભ્ય અમરે કહ્યું કે, ભગવાન શ્રી રામ હ્યુસ્ટોનિયનોના હૃદયમાં વસે છે. કાર રેલીમાં ભાગ લેનારાઓ માટે, વિવિધ મંદિરોમાં ઉમટેલા 2500થી વધુ ભક્તો દ્વારા દર્શાવવામાં આવેલી ભક્તિ અને પ્રેમ જબરદસ્ત હતો.

શ્રી રામ-હ્યુસ્ટન - HDNews

હ્યુસ્ટનમાં ભગવાન શ્રી રામ પધાર્યા હોય તેવો માહોલ

ઉમંગ મહેતાએ કહ્યું, “વાતાવરણ ભક્તિ અને પ્રેમથી ભરેલું હતું. જાણે ભગવાન શ્રીરામ પોતે હ્યુસ્ટન પધાર્યા હોય એવું લાગતું હતું.” વધુમાં જણાવ્યું કે, “મંદિર પ્રશાસનને એક સુંદર આમંત્રણ ટોપલી આપવામાં આવી હતી. આ ટોપલીમાં VHPનું ઔપચારિક આમંત્રણ, અયોધ્યાના પવિત્ર ચોખા, રામ પરિવાર, ગંગા જળ, સુંદરકાંડની નકલ અને કેટલીક મીઠાઈઓ હતી.

 

આ પણ જુઓ :વિદેશમાં પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ધૂમ, પેરિસમાં નીકળશે રામ રથયાત્રા

Back to top button