ટોપ ન્યૂઝવર્લ્ડ

અમેરિકામાં ગોરા વિદ્યાર્થીએ ભારતીય વિદ્યાર્થીનું 4 મિનિટ સુધી ગળું દબાવ્યું, સ્કૂલે પીડિત સ્ટૂડન્ટને જ સસ્પેન્ડ કર્યો

Text To Speech

અમેરિકાના ટેક્સાસમાંથી એક પરેશાન કરનારો વીડિયો સામે આવ્યો છે. અહીં એક સ્કૂલમાં ભારતીય વિદ્યાર્થીની સાથે મારપીટ કરવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક વ્હાઈટ યુવક ભારતીય વિદ્યાર્થીનું ગળું દબાવતો જોવા મળે છે. ત્યારે આ મામલે સ્કૂલની કાર્યવાહીમાં પણ ભેદભાવ જોવા મળ્યો છે. જેને લઈને ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ સ્કૂલમાં ગળું દબાવનાર વ્હાઈટ યુવકને ત્ર એક દિવસ સસ્પેન્ડ કરી સજા અપાઈ છે, જ્યારે ભોગ બનનાર ભારતીય વિદ્યાર્થીને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

પીડિતી વિદ્યાર્થીએ સ્કૂલે કર્યો સસ્પેન્ડ
નોર્થ અમેરિકન એસોસિએશન ઓફ ઈન્ડિયન સ્ટૂડન્ટ્સે ટ્વીટ કરી જણાવ્યું કે આ ઘટના પછી સ્કૂલ ભારતીય વિદ્યાર્થીને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરી દીધો, જ્યારે કે તેની સાથે ગેરવતર્ણૂંક કરનાર વિદ્યાર્થીને માત્ર એક જ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સ્કૂલની આ કાર્યવાહીની સોશિયલ મીડિયા પર જોરદાર નિંદા થઈ રહી છે.

11 મેનાં રોજ ડલાસના કોપેલ મિડલ સ્કૂલની ઘટના
વીડિયોમાં જોવા મળી રહેલો ગોરો છોકરો બેન્ચ પર બેઠેલા ભારતીય-અમેરિકન વિદ્યાર્થી તરફ વધે છે અને તેની પાસે જઈને ભારતીય વિદ્યાર્થીને ઊભા થવાનું કહે છે. જ્યારે તે ઊઠવાનો ઈનકાર કરે છે તો ગોરો વિદ્યાર્થી નારાજ થઈને તેનું ગળું પાછળથી દબાવવાનું શરૂ કરી દે છે. ગળું દબાવીને તે તેને સીટ પરથી ઉઠાડી છે. પછીથી તેને બેન્ચ પરથી નીચે પાડી દે છે. બાદમાં તેને પાછળથી કોણી વડે દબાવે છે.

ઘટના 11 મેના રોજ ડલાસના કોપેલ મિડિલ સ્કૂલમાં બની હતી

ભારતીયનું ગળું લગભગ 4 મિનિટ સુધી દબાવવામાં આવ્યું હતું. ઘટના 11 મેના રોજ ડલાસના કોપેલ મિડિલ સ્કૂલમાં બની હતી. છોકરાના ક્લાસમેટ્સે આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને એને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

Back to top button