છઠ્ઠા તબક્કામાં 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 889 ઉમેદવારો ચૂંટણી લડશે
- છઠ્ઠા તબક્કા માટે 7 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 57 લોકસભા બેઠકો ઉપર 1978 ઉમેદવારી ફોર્મ ભરાયા
નવી દિલ્હી, 19 મેઃ લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કામાં 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 889 ઉમેદવારો ચૂંટણી લડશે. આમાં જમ્મુ-કાશ્મીરના અનંતનાગ-રાજૌરી સંસદીય મતવિસ્તારમાં સ્થગિત મતદાન માટે 20 ચૂંટણી લડનારા ઉમેદવારોનો સમાવેશ થાય છે.
આ તબક્કામાં મતદાન માટે જઈ રહેલા 7 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 57 લોકસભા બેઠકો માટે કુલ 1978 ઉમેદવારીપત્રો દાખલ કરવામાં આવ્યા હતા. તમામ 07 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો (લોકસભા બેઠક 3- જમ્મુ-કાશ્મીરના અનંતનાગ-રાજૌરીમાં સ્થગિત મતદાનને બાદ કરતાં) માટે છઠ્ઠા તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 06 મે, 2024 હતી. દાખલ થયેલા તમામ ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ 900 ઉમેદવારીપત્રો માન્ય હોવાનું જણાયું હતું. 3-અનંતનાગ-રાજૌરીમાં ફેઝ-3માં કુલ 28 ઉમેદવારીપત્રો ભરાયાં હતાં અને 21 ઉમેદવારીપત્રો માન્ય હોવાનું જણાયું હતું.
છઠ્ઠા તબક્કામાં ઉત્તર પ્રદેશમાં 14 સંસદીય ક્ષેત્રોમાંથી સૌથી વધુ 470 ઉમેદવારી ફોર્મ ભરાયાં હતાં, ત્યારબાદ હરિયાણામાં 10 લોકસભા બેઠકો ઉપર 370 ઉમેદવારીપત્રો ભરાયાં હતાં. ઝારખંડની 8-રાંચી સંસદીય બેઠક પર સૌથી વધુ 70 ફોર્મ ભરાયાં, જ્યારે એનસીટી દિલ્હીમાં 2-નોર્થ ઇસ્ટ દિલ્હી લોકસભા બેઠક ઉપર 69 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. છઠ્ઠા તબક્કા માટે તમામ લોકસભા બેઠકો ઉપર ચૂંટણી લડનારા ઉમેદવારોની સરેરાશ સંખ્યા 15 છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં સ્માર્ટ પ્રીપેઈડ મીટરના મુદ્દે વિરોધની આંધી, વડોદરાની ગૃહિણીઓએ શું કહ્યું જાણો