ધર્મનવરાત્રિ-2022

નવરાત્રિના સાતમાં નોરતે કાળરાત્રિને આ રીતે કરો પ્રસન્ન અને મેળવો માતાનો આશીર્વાદ !

Text To Speech

દુર્ગાજીનું સાતમું સ્વરૂપ માતા કાળરાત્રિ છે. તેમનો રંગ કાળો હોવાને લીધે તેઓ કાળરાત્રિ તરીકે નામના પામ્યા છે. અસુરોના રાજા રક્તબીજનો વધ કરવા માટે દેવી દુર્ગાએ પોતાના તેજથી માતા કાળરાત્રિને ઉત્પન્ન કર્યા હતા. તેમની પૂજા શુભ ફળદાયી હોવાને લીધે તેમને શુભંકારી પણ કહે છે.

નવરાત્રિના સાતમા નોરતે માતાજીએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું હતુ. પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કરેલું હતું. શનિ ગ્રહનું સંચાલન દેવી કાલરાત્રિ દ્વારા કરાય છે. માતાજીના કાલરાત્રિ સ્વરૂપની ઉપાસના કરનારને અભય પ્રાપ્ત થાય છે અને તેનુ હંમેશા શુભ થાય છે એટલે માતા કાલરાત્રિને શુભંકરી તરીકે પણ ઓળખવામાં આવે છે. મા કાલરાત્રિની પૂજા અને આરાધનાથી સાધકના બધા જ પાપો અને વિધ્નોનો નાશ થઈ જાય છે.

માન્યતા છે કે માતા કાળરાત્રિની પૂજા કરવાથી મનુષ્ય સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરી લે છે, માતા કાળરાત્રિ પરાશક્તિઓ(કાળા જાદુ)ની સાધના કરતા જાતકોની વચ્ચે ખૂબ જ જાણીતા છે, માતાની ભક્તિથી દુષ્ટોનો નાશ થાય છે અને ગ્રહ બાધાઓ દૂર થઈ જાય છે.

સાતમાં નોરતે કાળરાત્રિને ધરાવો ગોળનો પ્રસાદ- humdekhengenews

માતાને ગોળનો ભોગ છે પ્રિય

સપ્તમી તિથિના દિવસે ભગવતીની પૂજામાં ગોળ અથવા ગોળની મીઠાઇનો નૈવેદ્ય અર્પિત કરવામાં આવે છે. હિન્દુ માન્યતા અનુસાર, આ દિવસ જાંબલી રંગ અને શની ગ્રહ સાથે સંકળાયેલો છે. જેનાથી અશુભ પ્રભાવની અસર ખત્મ થઈ જાય છે.

Back to top button