સ્પોર્ટસ
દક્ષિણ આફ્રિકા સામેની જીત બાદ રોહિત શર્માએ કેપ્ટન તરીકે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા.
રોહિત શર્માની આગેવાની હેઠળની બીજી T20Iમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું અને ત્રણ મેચની T20Iની શ્રેણીમાં 2-0થી જીત મેળવી હતી. આ મેચ જીત્યા બાદ રોહિત શર્માએ ભારતીય ખેલાડીઓના પ્રદર્શનને શાનદાર ગણાવ્યુ હતું. લ્યારે જમણે જણાવી દઈએ કે કેપ્ટન તરીકે આ મેચ જીત્યા બાદ રોહિત શર્માએ ઘણા ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામ કર્યા.
આ મેચમાં રોહિત શર્માએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ
- રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે 50મી જીત હાંસલ કરી છે. તેણે અત્યાર સુધી માત્ર 62 મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે અને ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઓછી સંખ્યામાં મેચોમાં સૌથી ઝડપી ગતિએ 50 મેચ જીતનાર કેપ્ટન બન્યો છે.
આ સાથે અન્ય રેકોર્ડ બનાવ્યા
- રોહિત શર્મા ભારતની ધરતી પર T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાને હરાવનાર ભારતનો પ્રથમ કેપ્ટન બન્યો.
- નવેમ્બર 2021 થી, રોહિત શર્માએ અત્યાર સુધીમાં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય કેપ્ટન તરીકે 21 મેચોમાં 26 મેચ જીતી છે અને આ એક અદ્ભુત રેકોર્ડ છે.
- રોહિત શર્માએ સાઉથ આફ્રિકા સામેની બીજી મેચમાં 37 બોલમાં 43 રન બનાવ્યા હતા અને આ દરમિયાન તેણે એક સિક્સર અને 7 ફોર ફટકારી હતી. તે કેપ્ટન તરીકે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન છે.
- રોહિત શર્મા એવો કેપ્ટન છે જેણે ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં કેપ્ટન તરીકે સતત સૌથી વધુ દ્વિપક્ષીય શ્રેણી જીતી છે.
- રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો.
તમને જણાવી દઈએ કે રવિવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી T20 મેચ રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 3 વિકેટે 237 રન બનાવ્યા હતા અને તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 3 વિકેટે 221 રન બનાવ્યા હતા અને 16 રનથી હારી હતી.
આ પણ વાંચો :Ind Vs Sa T20 : સૂર્યા – કોહલીએ ગુવાહાટીમાં મચાવ્યો હાહાકાર, ભારતે આફ્રિકાને આપ્યો 238 રનનો લક્ષ્યાંક