ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022મધ્ય ગુજરાત

મતદાનને લઈને લોકોમાં જોવા મળ્યો ઉત્સાહ, દૂર દૂરથી લોકો મતદાન કરવા પહોચ્યાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં આજે 14 જિલ્લામાં 93 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. 37,395 બેલેટ યુનિટ, 36,016 કંટ્રોલ યુનિટ અને 39,899 વીવીપેટ સાથેના ઈવીએમ મશીન્સ દ્વારા મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આજે સવારે 8:00 વાગ્યાથી મતદાન શરૂ થયું ત્યારથી 11:00 વાગ્યા સુધીમાં 26,409 મતદાન મથકો પૈકી માત્ર 41 મતદાન મથકોમાં બેલેટ યુનિટ રિપ્લેસ કરવા પડ્યા છે, જેની ટકાવારી 0.1 ટકા છે. જ્યારે 40 કંટ્રોલ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે, જેની ટકાવારી પણ 0.1 છે. 26,409 મતદાન મથકો પૈકી માત્ર 109 જગ્યાએ વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે, જેની ટકાવારી 0.4 છે.

બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડગામડા ગામમાં વહેલી સવારથી ભારે મતદાન થઈ રહ્યું છે. લોકો ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ગામની શાળામાં આવેલા મતદાન મથક પર આવી રહ્યા છે. વડગામડા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ વાડીયા ગામના નાગરિકો પણ પોતાના મતઅધિકારનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

શુભાંગીની દેવીએ વડોદરામાં મતદાન કર્યુ

શુભાંગીની દેવી-HUM DEKHENGE NEWS
વડોદરામાં રાજમાતા શુભાંગીનીરાજ ગાયકવાડે મતદાન કર્યુ

વડોદરામાં રાજમાતા શુભાંગીનીરાજ ગાયકવાડે મતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી આ સાથે વડોદરામાં લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે ત્યારે હાલોલમાં સવારના સમયે ઈવીએમ મશીન ખોટકાતા મતદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો .

મોડેલ એશ્રા પટેલે કાવીઠામાં મતદાન કર્યુ

એશ્રા પટેલ-HUM DEKHENGE NEWS
મોડેલ એશ્રા પટેલે મતાધિકારનો કર્યો ઉપયોગ

મોડેલ એશ્રા પટેલે મતાધિકારનો કર્યો ઉપયોગ કરી કાવિઠા પ્રાથમિક શાળા કેન્દ્ર ખાતે મતદાન આપવા પહોંચી હતી. એશ્રા પટેલ મોડેલ છે તે મુંબઈમાં કામ કરી રહી છે તેમજ કાવિઠાની વતની એશ્રા પટેલે મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને સમર્થન આપ્યું છે.

આ પણ વાંચો:પાલનપુર : પાલનપુર વિધાનસભા મત વિસ્તારના આદર્શ મતદાન મથકમાં મતદારોમાં અદમ્ય ઉત્સાહ

બનાસકાંઠા

બનાસકાંઠામાં પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવાર 8 વાગ્યાથી ચાલુ થયેલ મતદાનમાં લોકો સવારથી જ મતદાન કરવા પહોંચી ગયા છે. ત્યારે પ્રથમ મતદાન કરવા 18 વર્ષીય નયનાબેન મુંબઈથી બાદરગઢ મતદાન કરવા આવ્યા છે. આ વખતે યુવાઓમાં મતદાનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવા નોંધાયેલા મતદારો પોતાના પ્રથમ મતાધિકારનો રોમાંચ અનુભવવા ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે મુંબઈ રહેતી 18 વર્ષીય નયનાબેન પોતાના વતન વડગામ તાલુકાના બાદરગઢ ગામે ખાસ પોતાનું પ્રથમ મતદાન કરવા આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેઓ મતદાન કરી ખૂબ ઉત્સાહિત છે અને તેઓએ તમામ યુવા મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી.

Back to top button