રીબડા-ગોંડલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, બે જૂથના લોકો સામસામે; પોલીસ બે લોકો વિરૂદ્ધ ફરિયાદ કરી
રાજકોટઃ રીબડામાં બુધવારે મોડી સાંજે બે જૂથ કોઈ કારણસર સામસામે આવી ગયા હોવાના મેસેજ વાયરલ થઈ હતા. ચૂંટણી સમયે જોવા મળેલી બબાલ બાદ હજુ સુધી જોવા મળતા મનદુઃખને કારણે ફરી બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હોવાની વાતો પણ વહેતી થઈ હતી. આ મેસેજ વાયરલ થતાંની સાથે જ એલસીબી-એસઓજી સહિતો સ્ટાફ સતર્ક થઈ ગયો હતો. મળતી જાણકારી મુજબ આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, અને આરોપીઓ પર આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
સોશિયલ મીડિયા ઉપર રીબડા ગામે મોટી માથાકૂટ થયાના મેસેજ વાયરલ થયા બાદ LCBનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જો કે ત્યાં પહોંચ્યા બાદ આ મેસેજ માત્ર અફવા હોવાનું જ સામે આવ્યું હતું. પોલીસે હાલ કોઈ જ અણબનાવ ન બન્યાનો દાવો કર્યો છે. સાથે જ વાયરલ મેસેજ અંગે પણ તપાસ શરૂ કરી છે.
તો આ અંગે રાજકોટ ગ્રામ્ય પોલીસ તરફથી જણાવવામાં આવ્યું હતું કે મેસેજ વાયરલ થતાં રીબડા ચોકડીએ અમુક માણસો ભેગા થયા હતા, જો કે ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત હોવાને કારણે તેમણે ત્યાંથી વિખેરી નાખવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનિય બનાવ બન્યો નથી ત્યારે કોઈએ ખોટી અફવાઓમાં નહીં આવવાની પોલીસ વિભાગ તરફથી જાણ કરવામાં આવી છે.