ઉત્તર ગુજરાતગુજરાત

ડીસામાં જન સુનાવણી કાર્યક્રમમાં લોકોએ સવાલો કર્યા, કાર્યકરોની આંદોલનની ચીમકી

બનાસકાંઠા- 19 જુલાઈ 2024 ડીસામાં આજે ભાજપ તેમજ વહીવટી તંત્ર અને ધારાસભ્ય દ્વારા લોકોના પ્રશ્નોની રજૂઆત સાંભળવા યોજાયેલા જન સુનાવણી કાર્યક્રમમાં ચૂંટાયેલા સદસ્યો, કાર્યકરો તેમજ લોકોએ સમસ્યાઓના પ્રશ્નો અંગે રીતસરની ઝડી વરસાવી હતી. શહેરી વિસ્તારમાં ટ્રાફિક ગટર અને રસ્તાના પ્રશ્નો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વીજ કંપનીને લગતી સમસ્યાઓના તેમજ પાણીના પ્રશ્નો સામે આવતા સંબંધિત અધિકારીઓએ આ પ્રશ્નો ઉકેલવા ઝડપથી ખાતરી આપી હતી. જોકે જો પ્રશ્નો નહીં ઉકેલાય તો જન સુનાવણી બાદ જન આંદોલન કરવા પણ મજબૂર થવું પડશે તેમ કાર્યકરોએ જણાવ્યું હતું.

દારૂ વેચાતો હોવાની ધારદાર રજૂઆત કરી
ડીસા નગરપાલિકાના સભાગૃહમાં ભાજપ દ્વારા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તેમજ ડીસાના નાયબ કલેકટર નેહાબેન પંચાલ, પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેની ઉપસ્થિતિમાં જન સુનાવણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડીસા નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો, જિલ્લા તાલુકા પંચાયતોના ડેલિગેટો, સરપંચો તેમજ સંગઠનના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી. જેમાં ડીસા પાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા શહેરમાં બેફામ અને દારૂ વેચાતો હોવાની ધારદાર રજૂઆત કરી હતી.

ગટર, રસ્તા, ટ્રાફિક સહિતના પ્રશ્નોની રજૂઆત
જ્યારે ખુદ ભાજપના કોર્પોરેટરોએ શહેરમાં દબાણ, ગટર, રસ્તા, ટ્રાફિક સહિતના પ્રશ્નોની રજૂઆત કરતા નાયબ કલેકટરે સંબંધિત અધિકારીઓ પાસે તેના જવાબ રજૂ કરાવી તે પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી હતી.ડીસામાં જાહેરમાં ઘાસ વેચવા પર પ્રતિબંધ હોવા છતાં ઘાસ વેચાતું હોવાથી હવેથી સતત 15 દિવસ સુધી પોલીસ આવા પ્રતિબંધિત પોઇન્ટ ઉપર ઉપસ્થિત રહેવા આદેશ કરાયો હતો.જ્યારે પાલિકાના કોર્પોરેટર રમેશ રાણાએ શહેરના રાજપુર રોડ પર તીનબત્તી પાસે એક જ કોમના લોકોએ મોટા મોટા દબાણો કરી તે જગ્યામાં ગેરકાયદેસર રીતે કોઈપણ પ્રકારના લાઇસન્સ વગર ધંધા કરતા હોવાની ચોકાવનારી રજૂઆત કરી હતી.

સિંચાઈની નહેરોની સફાઈ જેવા પ્રશ્નો આગેવાનોએ રજૂ કર્યા
આ ઉપરાંત ડીસા ગ્રામ્ય વિસ્તારની સુનાવણી દરમિયાન આગેવાનોએ સૌથી વધુ વીજ કંપનીની સમસ્યાઓ અંગે રજૂઆતો કરી હતી. જેમાં જિલ્લા પંચાયત સદસ્ય ડો. રાજાભાઈ ચૌધરીએ ઝેરડા જીઈબી કચેરી સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ઝેરડા કચેરી દ્વારા વર્ષ 2023 માં રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી. ગ્રામ્ય વિસ્તારોમાં વીજ થાંભલાઓ તૂટેલા છે જેને ખેડૂતો ટેકા આપી ઉભા રાખે છે, વીજ વાયરો ઢીલા થઈ નીચે લબડી રહ્યા છે જેવા અનેક પ્રશ્નો અંગે અધિકારીઓ સાંભળતા નથી. જેથી નાયબ કલેક્ટરે ઝેરડા વીજ કમ્પનીના નાયબ ઇજનેર લને લોકોની આટલી રજૂઆતો હોવા છતાં કંઈ કામ થતું ન હોવાથી ન હોય તે યોગ્ય નથી તેમ કહી જાહેરમાં ખખડાવ્યા હતા. આ સિવાય ગ્રામ્ય વિસ્તારોમાં તળાવો નીમ કરવાની જંગલ રસ્તાઓના જંગલ કટીંગ સિંચાઈની નહેરોની સફાઈ જેવા પ્રશ્નો આગેવાનોએ રજૂ કર્યા હતા.

આ પણ વાંચોઃબનાસકાંઠાના સાંસદ ગેનીબેન આંગણવાડીની બહેનોના પ્રશ્નો મુદ્દે દિલ્હી સુધી આંદોલન કરશે

Back to top button