ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

સ્ટંટબાજીથી છોકરીને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં છોકરાનું થયું મોયે-મોયે, વીડયો થયો વાયરલ

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક, 15 મે: બાઈક લોકોની મુસાફરીની સરળતા માટે હોય છે અને બાઈકની રાઈડ લોકોને મદદ કરવા માટે હોય છે. બાઇકના આવ્યા પછી લોકો માટે દુર દુર સુધીની મુસાફરી એકદમ સરળતાથી કરી શકે છે.પરંતુ કેટલાક લોકો કૂલ બનવા માટે બાઇક ચલાવે છે અને જ્યાં પણ તક મળે કે તરત જ છોકરીઓને ઇમ્પ્રેસ કરવા માટે સ્ટંટવેડા કરવાનું શરુ કરી દેતા હોય છે. એક છોકરાએ આ જ રીતે રસ્તમાં ઉભેલી એક છોકરીને ઈમ્પ્રેસ કરવા માટે તેની નજીક આવીને બાઈક સ્ટંટ કરવા લાગ્યો પણ આ દરમિયાન તેનું બેલેન્સ ન રહેતા છોકરી તો ઇમ્પ્રેસ ના થઈ  પણ તેની બાઈક સ્લીપ થઈ ગઈ. કેમેરામાં કેદ થયેલા આ ફુટેજનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો તમને જણાવીએ કે વીડિયોમાં છોકરાનું મિશન કેવી રીતે ફેઈલ થયું,

જુઓ અહીં આ વીડીયો:

છોકરીને ઇમ્પ્રેસ કરવા માટે સ્ટંટબાજી કરતો હતો

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોશો તો તમે હસવાનું રોકી શકશો નહીં. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક યુવતી રોડની બાજુમાં વાહન કે વ્યક્તિની રાહ જોઈ રહી છે. ત્યારે એક છોકરો ત્યાં બાઇક પર આવે છે અને તેની સામે સ્ટંટ કરવા લાગે છે. વીડિયોમાં એવું પણ જોવા મળે છે કે યુવતી તેની તરફ જોઈ પણ રહી નથી. પણ છોકરો પ્રયત્ન કરતો રહે છે. બીજી જ ક્ષણે તે પોતાનું સંતુલન ગુમાવી બેસતા બધાની સામે રોડ પર પડી જાય છે.

આ વીડિયોને @peshorr નામના એકાઉન્ટ દ્વારા માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, ‘તેનું મિશન સફળ થયું કે મોય-મોયે થયું’ આ વીડિયોને અંદાજીત 2 હજાર લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા પછી એક યુઝરે લખ્યું- મોય-મોયે થઈ ગયું, સફળ ના થયો.

આ પણ વાંચો: શું ઢાબાનો માલિક ડીઝલથી બનાવે છે પરાઠા? જુઓ આ વાયરલ વીડિયો

Back to top button