

ગાંધીનગર, 11 જૂન : ગુજરાત પોલીસ વિભાગના કર્મચારીઓ તથા અધિકારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં પોલીસની આંતરજિલ્લા બદલીની તમામ સત્તા રાજ્ય પોલીસ વડાને સોંપવામાં આવી છે. હવેથી આંતરજિલ્લા માટેની તમામ બદલીઓ રાજ્ય પોલીસ વડા હસ્તક જ થશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ અંગેનો પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે.
અગાઉ રેન્જ આઈજી પાસે હતી સત્તા
ઉલ્લેખનીય છે કે, કોઈપણ એક રેંજમાં આંતરિક બદલીઓની સત્તા અગાઉ રેંજ આઈજીને સોંપાઈ હતી. પરંતુ હવે બદલીઓ માટે અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્રો રદ્દ કરાયા હતા. જેના પગલે હવે રાજ્ય પોલીસ વડાને તમામ બદલીઓની સત્તા સોંપવા સંદર્ભે પોલીસ કમિશ્નરો, જિલ્લા પોલીસ વડાઓ તથા રેંજ આઈજી સહિતના અધિકારીઓને પરિપત્ર જાહેર કરી જાણ કરવામાં આવી છે.