ડમી કાંડ મુદ્દે પોલીસ એક્શનમાં, યુવરાજસિંહ બાદ હવે તેના સાળાની ધરપકડ
- યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલની ધરપકડ
- ડમી કાંડ મુદ્દે રૂપિયા લીધાનો લાગ્યો છે આક્ષેપ
- યુવરાજસિંહ અને બંને સાળા સામે નોંધાયો છે ગુન્હો
ડમી કૌભાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ બાદ તેના સાળાની પણ ધરપકડ કરવામા આવી છે. પોલીસ દ્વારા યુવરાજસિંહના સાળા કાનભાની પણ ધરપકડ કરી લેવામા આવી છે. વિગતો મુજબ કાનભા ગોહિલની સુરતમાં ધરપકડ કરવામાં આવી છે. અનેતેને સુરતથી ભાવનગર લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
યુવરાજસિંહ જાડેજાના સાળાની ધરપકડ
ડમીકાંડ મુદ્દે યુવરાજસિંહ જાડેજા બાદ હવે તેના સાળા કાનભા ગોહિલની ધરપકડ કરવામા આવી છે.ડમી કૌભાંડમાં યુવરાજસિંહ વતી કાનભાએ રૂપિયા લીધા હોવાનોઆરોપ લાગ્યો છે. બિપિન ત્રિવેદીએ આ મામલે વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં યુવરાજના બે સાળા શિવુભા, કાનુભા પણ આડીલમાં સામેલ હોવાનું જણાવ્યુ હતું. આ મામલે ભાવનગર પોલીસે કાર્યવાહી કરી હતી. અને યુવરાજ સિંહને પૂછપરછ માટે બોલાવ્યા હતા, આ પૂછપરછ પૂર્ણ થતા ભાવનગર પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી બહતી અને માહિતી આપી હતી કે યુવરાજસિંહે એક કરોડ રૂપિયા પડાવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યુપં છે.અને તેના પુરાવા પણ પોલીસ પાસે છે. જેથી યુવરાજસિંહ અને તેના સાળા વિરુદ્ધ આ મામલે કાર્યવાહી કરવામા આવી છે. આ મામલે યુવરાજસિંહ વરુદ્ધ ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. અને ગઈ કાલે મોડી રાત્રે પોલીસે યુવરાજ સિંહની ધરપકડ કરી હતી.
આ કલમો હેઠળ નોંધાયો છે ગુન્હો
ડમી કૌભાંડમાં કલમ 386, 388, 120b, હેઠળ યુવરાજસિંહ અને તેના બંને સાળા સામે પણ ગુન્હો નોંધાયો છે. ખંડણી અને ષડયંત્રની કલમો હેઠળ કાર્યવાહી કરવામા આવી રહી છે.
આ પણ વાંચો : રાજ્યના ધર્મસ્થાનો પર ‘મહાસફાઈ અભિયાન’ શરુ, મુખ્યમંત્રીએ બાલાજી હનુમાનજી મંદિરથી કરાવ્યો શુભારંભ