કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ગુજરાત ગૌરવ દિવસે યોજાનાર પરેડમાં પોલીસ જવાનો મોટરસાઇકલ પર કરશે દિલધડક કરતબો

Text To Speech
  • જામનગર ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે
  • જામનગરના નાગરિકોને પરેડ દરમિયાન બાઇક પર કરતબો કરશે
  • ટાઉનહોલ થી સાત રસ્તા સર્કલ સુધી પોલીસ પરેડ દિલધડક મોટરસાયકલ સ્ટંટ કરાશે

જામનગરના નાગરિકોને પરેડ દરમિયાન બાઇક પર ભમરાની પ્રતિકૃતી, કમાન્ડો પોઝીશન, રાણી લક્ષ્મીબાઇની પ્રતિકૃતી, હેન્ડ બાર તથા યોગાસન સહિતની કરતબો માણવા મળશે.

પોલીસ પરેડ-humdekhengenews

જામનગર ખાતે રાજ્યકક્ષાની ઉજવણી કરાશે

આગામી તા.1લી મે ના રોજ ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતે યોજવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે. વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, શસ્ત્ર પ્રદર્શન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે તા.1લી મે ના રોજ ટાઉનહોલ થી સાત રસ્તા સર્કલ સુધી યોજાનાર ભવ્ય પોલીસ પરેડ અને તેમાં યોજાનાર દિલધડક મોટરસાયકલ સ્ટંટ લોકોમાં માણવા લાયક બની રહેશે.

પોલીસ પરેડ-humdekhengenews

આ દિલધડક સ્ટંટ યોજવામાં આવશે

પરેડમાં યોજાનાર આ મોટરસાયકલ સ્ટંટ શો માં પોલીસ જવાનો દ્વારા દિલધડક કરતબો કરવામાં આવશે. જેમાં બાઇક પર ઉભા રહી સેલ્યુટ, બાઇકના એક બાજુ ઉભા રહી બેલેન્સી, બાઇક પર હેન્ડા બાર, બાઇક પર રાણી લક્ષ્મીબાઇની પ્રતિકૃતી, બાઇક પર યોગાસન, બાઇક પર પી.ટી., બાઇક પર ચાર મહિલા બેલેન્સક, બાઇક પર પિસ્ટલ પોઝીશન, બાઇક પર ચાર જવાન બેલેન્સ , બાઇક પર કમળની પ્રતિકૃતી, ઓરીજેન્ટાલ બાર, બાઇક પર કોમી એકતા, બાઇક પર કમાન્ડોે પોઝીશન, બાઇક પર રાષ્ટ્રીય ધ્વજ, બાઇક પર ભમરાની પ્રતિકૃતી તથા બાઇક પર એરોહેડ સહિતના દિલધડક સ્ટંટ યોજવામાં આવશે.

 આ પણ વાંચો : અમરેલી જિલ્લાની મહિલાઓ માટે ફળ અને શાકભાજી પરિરક્ષણની તાલીમનું આયોજન

Back to top button