ટોપ ન્યૂઝનેશનલ

Video : ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રીના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું

Text To Speech
  • બેંગ્લોરમાં એચડી કુમારસ્વામી સાથે બની ઘટના
  • કુમારસ્વામીને તુરંત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
  • વધુ પડતી ગરમીના કારણે લોહી નીકળ્યું હોવાનું તબીબનું તારણ

બેંગ્લોર, 28 જુલાઈ : કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામી સાથે જોડાયેલા એક મોટા સમાચાર આવી રહ્યા છે. કુમારસ્વામી આજે બેંગલુરુમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તેમને તાત્કાલિક જયનગર એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ શરીરની વધુ પડતી ગરમીના કારણે તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટક બીજેપી પ્રદેશ અધ્યક્ષ બીવાય વિજયેન્દ્ર, કુમારસ્વામી અને રાજ્યના વિપક્ષી નેતા આર અશોકના નેતૃત્વમાં BJP-JDS નેતાઓની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ વિજયેન્દ્રએ જણાવ્યું હતું કે મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) કૌભાંડ સહિત કર્ણાટકમાં ભ્રષ્ટાચાર પાછળના કારણો અંગે ચર્ચા કરવા નેતાઓ મળ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ અને જેડીએસના તમામ વરિષ્ઠ નેતાઓએ બેઠક યોજી હતી.

ભાજપના નેતાએ કહ્યું કે બંને પક્ષોએ 3 ઓગસ્ટથી પદયાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે. બીએસ યેદિયુરપ્પા અને એચડી કુમારસ્વામી આ યાત્રામાં ભાગ લેશે, આ 7 દિવસની યાત્રા છે, જે 3 ઓગસ્ટથી શરૂ થશે અને 10 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. 10 ઓગસ્ટે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પણ હાજર રહેશે. જો સરકાર અમારી કૂચ રોકવાનો પ્રયાસ કરશે તો અમે રોકીશું નહીં.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિજયેન્દ્રએ કહ્યું કે કોંગ્રેસ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, પછી તે મુડા કૌભાંડ હોય કે એસસીપી ટીએસપી ફંડ. અમે આવતા શનિવારે બેંગલુરુથી મૈસુર સુધી પદયાત્રા કરવાનું નક્કી કર્યું છે. ભાજપના દિગ્ગજ નેતાઓ 10 ઓગસ્ટે મૈસુરમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે.

ANI અનુસાર, કર્ણાટકના વિપક્ષના નેતા આર અશોકે કહ્યું કે અમે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા વિરુદ્ધ ‘પદયાત્રા’ શરૂ કરીશું. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સરકારે અનુસૂચિત જનજાતિ સમુદાયના કલ્યાણ માટેના નાણાંની લૂંટ કરી છે. કર્ણાટકમાં આ એક મોટું કૌભાંડ છે અને આ તમામ કૌભાંડમાં સીએમ સિદ્ધારમૈયા સામેલ છે.

Back to top button