ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ભારત-નેધરલેન્ડની ચાલુ મેચમાં ટીમ ઈન્ડિયાના ફેન્સે ગર્લફ્રેન્ડને કર્યો પ્રપોઝ, જુઓ Video

Text To Speech

T20 વર્લ્ડ કપમાં ગુરુવારે રમાયેલી ભારત-નેધરલેન્ડ્સ (IND vs NED) મેચમાં એક રસપ્રદ દૃશ્ય જોવા મળ્યું હતું. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)માં આ મેચ દરમિયાન એક ભારતીય દર્શકે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. અચાનક આવેલા આ પ્રસ્તાવથી યુવતી શરૂઆતમાં તો આશ્ચર્યચકિત થઈ ગઈ, પરંતુ વિલંબ કર્યા વિના તેણે રિંગ માટે હાથ લંબાવ્યો.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

આ ઘટના મેચની બીજી ઇનિંગમાં બની હતી. નેધરલેન્ડની ટીમ 180 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહી હતી અને પાવરપ્લેમાં 27 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. પાવરપ્લે બાદ હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યો હતો. આ ઓવરના પહેલા બોલ પછી કેમેરો પ્રેક્ષકો તરફ વળ્યો કે તરત જ ભારતીય પ્રશંસકે વિલંબ કર્યા વિના પોતાના ખિસ્સામાંથી વીંટી કાઢી અને ગર્લફ્રેન્ડનો હાથ શોધવા લાગ્યો. ICCએ પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ભારતે મેચ જીતી લીધી હતી

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવની અડધી સદીના કારણે બે વિકેટના નુકસાન પર 179 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડની આખી ટીમ નિર્ધારિત ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 123 રન જ બનાવી શકી હતી. ભારતે આ મેચ 56 રને જીતી લીધી હતી.

આજે પણ વાંચો : નેધરલેન્ડ સામે ભારતની 56 રનથી જીત : ગ્રુપ 2નાં ટેબલમાં નંબર-1 પર પહોંચ્યું ભારત 

Back to top button