ગુજરાતટોપ ન્યૂઝ

આગામી 48 કલાકમાં રાજ્યમાં વરસાદ અને ઠંડી વધારશે મુશ્કેલી

Text To Speech
  • 8 જાન્યુઆરીએ દ.ગુજરાતમાં વરસાદની શક્યતા
  • 9 જાન્યુઆરીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા
  • સૌરાષ્ટ્રના વિવિધ સ્થાનો પર વરસાદ પડી શકે છે

રાજ્યમાં ફરી એકવખત ઠંડી સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 8થી 10 જાન્યુઆરી વચ્ચે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા થોડાં દિવસોથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેમાં ઠંડીનો પારો વધી રહ્યો છે. હવામાન ખાતા દ્વારા વાતાવરણમાં પલટો આવવાના સંકેતો અપાતા ફરી એકવાર શિયાળાની જમાવટમાં રૂકાવાટ આવશે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ સોમવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેમજ મંગળવારથી ઉત્તર ગુજરાતમાં હળવો કમોસમી વરસાદ પડશે.

આ પણ વાંચો : સુરતમાં ચોરોનો વધ્યો આતંક, જાહેર રસ્તા પર 88 લાખની લૂંટ

હવામાન વિભાગે 8થી 10 જાન્યુઆરી સુધી રાજ્યમાં વરસાદ પડી શકે તેવી આગાહી વ્યક્ત કરી છે. જેના પગલે ખેડૂતોને પાક નુકસાનીનો ડર સતાવી રહ્યો છે. વરસાદી માહોલના કારણે રાજ્યમાં બેવડી ઋતુનો વર્તારો વધશે. જેના કારણે રોગચાળામાં વધારો જોવા મળી શકે છે.

આ વચ્ચે ઉત્તર ગુજરાતમાં પણ માવઠાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ 8 જાન્યુઆરીએ દ.ગુજરાતમાં વરસાદની શક્યતા છે. તો સાથે જ આ દિવસે નવસારી, વલસાડ, ડાંગ, દમણમાં કમોસમી વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને દિવમાં વરસાદની શક્યતા છે. 9મી જાન્યુઆરીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં માવઠાની આગાહી કરાઈ છે. તો રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં કમોસમી વરસાદની સંભાવના છે.

Back to top button