આવનારા 10 વર્ષમાં શનિની સાડાસાતી વાળી રાશિઓના બદલાશે સમીકરણ
- શનિની મહાદશા, શનિની સાડાસાતી, શનિની ઢૈયામાં વ્યક્તિ શનિથી પ્રભાવિત થાય છે. શનિ જે રાશિમાં હોય છે, તેના પહેલા અને આગળની એક રાશિ પર સાડા સાતી હોય છે
શનિની ચાલ સાથે શનિની સાડાસાતી પણ બદલાતી રહે છે. શનિદેવ દંડનાયક છે, તે તમારા સારા ખરાબ કર્મોનું તમને ફળ આપે છે. શનિની મહાદશા, શનિની સાડાસાતી, શનિની ઢૈયામાં વ્યક્તિ શનિથી પ્રભાવિત થાય છે. શનિ જે રાશિમાં હોય છે, તેના પહેલા અને આગળની એક રાશિ પર સાડા સાતી હોય છે. હાલમાં શનિ કુંભ રાશિમાં ચાલી રહ્યો છે. હાલમાં મકર, કુંભ અને મીન પર શનિની સાડાસાતી ચાલી રહી છે. ત્યારબાદ શનિ મીન રાશિમાં જશે. આવા સંજોગોમાં કુંભ, મીન અને મેષ રાશિ પર શનિની સાડાસાતી શરૂ થઈ જશે.
આવનારા દસ વર્ષોની વાત કરીએ તો સમીકરણ બિલકુલ બદલાઈ જશે. 2034માં સિંહ રાશિના લોકો પર શનિની સાડાસાતી 13 જુલાઈ 2034થી શરૂ થઇને 29 જાન્યુઆરી 2041 સુધી ચાલશે. કન્યા રાશિમાં શનિની સાડાસાતીનો પ્રારંભ 27 ઓગસ્ટ 2036થી થશે અને તેનો અંત 12 ડિસેમ્બર 2043એ આવશે. તુલા રાશિના લોકો પર શનિની સાડા સાતી 22 ઓક્ટોબરથી થશે અને તેનો અંત 8 ડિસેમ્બર 2046ના રોજ થશે.
આ રાશિના લોકો જે શનિની સાડાસાતી કે ઢૈયાથી પીડિત છે, તેણે તમામ લોકોનો આદર કરવો જોઈએ. કોઈનું અપમાન ન કરવું જોઈએ. ગરીબોને હેરાન ન કરવા જોઈએ અને શક્ય હોય તો તમામ લોકોની મદદ કરવી જોઈએ.
કેટલા તબક્કા હોય છે સાડાસાતીના?
શનિદેવ જ્યારે કોઈ રાશિના બીજા અને 12માં ભાવ કે રાશિમાં રહે છે ત્યારે તે રાશિ પર શનિની સાડાસાતી શરૂ થઈ જાય છે. એટલું જ નહીં સાડાસાતીનો પ્રભાવ ત્રણ તબક્કામાં હોય છે, જેમાં અઢી વર્ષના ત્રણ તબક્કા હોય છે. આ રીતે સાડાસાતીની પૂર્ણ અવધિ સાડા સાત વર્ષની હોય છે.
આ પણ વાંચોઃ મે, 2025થી આ રાશિઓ પર પડશે રાહુ-કેતુની શુભ દ્રષ્ટિ, સપનાં થશે પૂરા