ધર્મ

નવા વર્ષમાં આ પાંચ રાશિઓને નોકરીમાં મળશે પ્રમોશન

Text To Speech

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાજા સુર્ય, બુધ અને ગુરૂને નોકરી અને વેપારના કારક ગ્રહ માનવામાં આવે છે. આ ત્રણે ગ્રહોની વિશેષ સ્થિતિ વર્કપ્લેસ પર પ્રમોશન, સરકારી નોકરી અને વેપારમાં સફળતાના યોગ બનાવે છે. વર્ષ 2023માં સુર્ય, બુધ અને દેવ ગુરૂ ની વિશેષ સ્થિતિ પાંચ રાશિવાળા લોકોને નોકરી અને બિઝનેસના મોરચે સફળ બનાવશે. આ રાશિઓના જાતકો બિઝનેસ કે જોબમાં ખુબ સફળતા મેળવશે.

મેષ રાશિ
વર્ષ 2023 નોકરી માટે થઇને મેષ રાશિના જાતકો માટે શાનદાર માનવામાં આવે છે. આ રાશિના જાતકોની કિસ્મત 22 એપ્રિલ 2023 બાદ અચાનક બદલાશે. તેમને ભાગ્યનો ભરપુર સાથ મળશે. એજ્યુકેશન, કરિયર, જોબ અને બિઝનેસની બાબતમાં ખુબ સારા પરિણામો મળશે. આ દરમિયાન કોઇ સારી નોકરીના અવસર પણ પ્રાપ્ત થશે

સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે પણ નવુ વર્ષ ખુબ જ મંગલકારી રહેવાનું છે. તમારી કરિયરમાં છેલ્લા થોડા સમયથી જે પરેશાનીઓ ચાલી રહી હતી તેનો વર્ષ 2023માં અંત આવશે. તમને કરિયરમાં મોટી સફળતા મળશે. સરકારી નોકરીની તૈયારીમાં જોડાયેલા લોકોનુ સપનુ પૂરુ થશે. તમારુ પ્રમોશન અને ઇન્ક્રિમેન્ટ થાય તેવા પ્રબળ યોગ છે.

તુલા રાશિ
વર્ષ 2023માં તુલા રાશિના જાતકોની મહેનત રંગ લાવશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. વિદેશમાં નોકરીનું સપનુ જોતા લોકોની કિસ્મત ચમકી શકે છે. આ વર્ષે તમારી સાથે ધનની કોઇ કમી નહીં રહે. કરિયરમાં પણ કોઇ પ્રકારનું નુકશાન પણ નહીં થાય.

આ પણ વાંચોઃ ઉત્તર કોરિયાની તાનાશાહી : ફિલ્મો બનાવવા અભિનેત્રી અને દિગ્દર્શક સાથે કરી આવી હરકત

નવા વર્ષમાં આ પાંચ રાશિઓને નોકરીમાં મળશે પ્રમોશન hum dekhenge news

ધન રાશિ
નવા વર્ષમાં ધન રાશિની સાડા સાતી ખતમ થઇ જશે. ત્યારબાદ નોકરી અને વેપારમાં ખુબ જ લાભ મળશે. વિદેશમાં ફરવા કે નોકરી કરવાનુ સપનું જોઇ રહેલા લોકોને કિસ્મતનો સાથ મળશે. પગાર વધશે અને પ્રમોશનના પણ યોગ છે. આ વર્ષે તમને એક કરતા વધુ સ્ત્રોતોમાંથી ધન પ્રાપ્તિ થઇ શકે છે. તમને તમારા સિનિયર લોકોનો પણ પુરો સપોર્ટ મળશે.

કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે પણ વર્ષ 2023 શુભ રહેવાનું છે. બુધ અને સુર્યનુ ગોચર તમારા અગિયારમાં ભાવમાં થઇ રહ્યુ છે. કુંડળીમાં 11મો ભાવ આવકનું સ્થાન માનવામાં આવે છે. તેનો અર્થ છે કે વર્ષ 2023માં તમારી આવકમાં વધારો થશે. આ રાશિના વેપારીઓ પણ દિવસ રાત જોરદાર સફળતા મેળવશે.

Election Result Update Hum Dekhenge News

Back to top button