નવા વર્ષમાં દૂધસાગર ડેરીની પશુપાલકોને ભેટ, દૂધના ખરીદ ભાવમાં આટલો વધારો કર્યો
નવા વર્ષમાં મહેસાણા જિલ્લાની દૂધસાગર ડેરી પશુપાલકોને મોટી ભેટ આપવા જઈ રહી છે. દૂધસાગર ડેરીએ દૂધના ભાવમો વધારો કરવાની જાહેરાત કરી છે. જેમાં જણાવ્યા અનુસાર દૂધસાગર ડેરી દૂધના ખરીદ ભાવમાં કિલોફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે.
દૂધસાગર ડેરીની પશુપાલકોને ભેટ
મળતી માહીતી મુજબ મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂ. 20નો વધારો કર્યો છે. જેનો લાભ ઉત્તર ગુજરાતના પશુપાલકોને મળશે. આ ભાવ વધારો આગામી 1 જાન્યુઆરીથી લાગુ થઈ જશે. નવા વર્ષની શરૂઆતમાં જ દૂધસાગર ડેરી પશુપાલકોને મોટી ભેટ આપશે.
કિલોફેટે 770 રૂપિયા ચૂકવાશે
દૂધ સાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂ. 20નો વધારો કરતા હવેથી દૂધના કિલોફેટે 750ના બદલે હવે 770 રૂપિયા ચૂકવાશે. દૂધ સાગર ડેરીએ પોતાના પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટ ખરીદ ભાવમાં વધારો કરીને નવા વર્ષમાં એક મોટી ભેટ આપવા જઈ રહી છે. આ ભાવ વધારાની જાહેરાત કરતા પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે.
5 લાખ પશુપાલકોને થશે ફાયદો
ઉલ્લેખનીય છે કે દૂધસાગર ડેરીએ છેલ્લા 23 મહિનામાં દૂધના ભાવમાં કિલો ફેટે 120 રૂપિયાનો વધારો કર્યો છે. અને આ ભાવ વધારાનો સીધો ફાયદો 5 લાખ પશુપાલકોને થઈ રહ્યો છે. આ ભાવ વધારાથી દર મહિને સાત કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોને વધુ મળશે.
આ પણ વાંચો : કચ્છમાં સર્જાઈ દુર્ઘટના : 50 ફૂટ ઉપરથી પથ્થરો ધસી પડતા 5 શ્રમિકો દટાયા