ટ્રેન્ડિંગયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

નવા યુગમાં આવી ડિજિટલ રાખડી, તમે જોઇ કે નહીં Q-R Code વાળી રાખડી ?

Text To Speech

રક્ષાબંધનનો તહેવારને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે બજારમાં બહેનોની રાખડી માટેની લાઈનો લાગી રહી છે. ત્યારે બજારમાં અલગ અલગ વેરાયટીઓમાં રાખડી જોવા મળી રહી છે. જેમાં ડિજિટલ થતા જતા યુગમાં રાખડી પણ ડિજિટલ બની રહી છે. બાળકો માટે આ વખતે મોટાં મોટાં કાર્ટુનની રાખડીની જગ્યાએ Q-R Code (ક્યુઆર કોડ)વાળી રાખડી હોટ ફેવરિટ થઇને રાખડી બજારો અને રાખી મેલાઓમાં છવાઈ ગઈ છે.

આ પણ વાંચો : રક્ષાબંધન ક્યારે છે? – જાણો મુર્હૂત સહિત કયા દિવસે રાખડી બાંધવામાં આવશે

ડિજિટલ યુગમાં ડિજિટલ રાખડી

એક સૂતરના દોરાથી શરૂ થયેલી રાખડીની પરંપરા આજે આધુનિક જમાના ડિજિટલ સ્વરૂપ ધારણ કરી રહી છે. અગાઉનાં વર્ષોમાં બાળકો માટેની રાખડીમાં કાર્ટૂનનાં પાત્રો અને લાઇટવાળી રાખડીઓ ખૂબ જ લોકપ્રિય હતી. પરંતુ આ વર્ષે રાખડીમાં આખું કાર્ટૂન સમાય જાય એવી રાખડીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે.

Digital Rakhi

કાર્ટૂન કેરેકટો Q-R Code કર્યા રિપ્લેસ

કાર્ટૂન પાત્રના ફોટો સાથે રાખડી પર એક ક્યુઆર કોડ આપવામાં આવ્યો છે. જે Q-R Code મોબાઇલ ફોનમાં સ્કેન કરતાં જ જે-તે કાર્ટૂનનો વિડીયો ચાલુ થઈ જાય છે. આ રાખડી બાળકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે. બહેનો તેમના નાનકડા ભાઈઓને અનોખી રાખડી ભેટ આપવા માટે આ ક્યુઆર કોડવાળી રાખડી પસંદ કરી રહી છે.

શું છે રાખડીના ભાવ ?

રાખડીનો વેપારીએ જણાવ્યું હતું કે, આવી રાખડીઓ 30 થી 50 રૂપિયાના વેચાઈ રહી છે. બહેનો તેમના ભાઈ માટે મનપસંદ કાર્ટૂનની રાખડી ખરીદી રહી છે. આ ઉપરાંત મોટેરાઓ માટે પણ રાખડીમાં અવનવી ડિઝાઇન હોવા મળી રહી છે. આવી રાખડીઓ 60 થી લઈને 300 રૂપિયા સુધી વેચાઈ રહી છે.જમાનો જેમ જેમ ડિજિટલ તરફ આગળ વધી રહ્યો છે તેમ તેમ તહેવારોમાં પણ આધુનિકતાનો ઉમેરો થતો જાય છે.

Digital Rakhi 01

મોબાઈલના ઈમોજીની બોલબાલા

બદલાતા સમય સાથે રાખડી બજારમાં પણ કઇને કઈ નવું આવ્યા કરે છે.ખાસ કરીને કાર્ટૂન કેરેકટરો બાળકોના ફેવરેટ હોઈ છે ત્યારે હવે મોબાઈલ ચેટ બોક્સમાં ઉપયોગમાં લેવાતા ‘ઈમોજી’ ઓન ટ્રેન્ડ છે.ખાસ કરીને આઈફોનમાં ઉપયોગમાં લેવાતા યલો સ્માઇલીઝ ખુબ ધૂમ મચાવી રહ્યો છે. ઇમોજીસ દરેક ઉમરના લોકોનું જબરું અને આઉટ સ્ટેન્ડિંગ આકર્ષણ બની ગયું છે.

Back to top button