કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતવિશેષ

મોબાઈલ સીમ 5G માં અપગ્રેડ કરવાના નામે થાય છે ઠગાઈ, જાણો રાજકોટ પોલીસે શું કહ્યું ?

Text To Speech

દેશભરમાં જ્યારથી Jio અને Airtel દ્વારા 5G નેટવર્કની જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારથી લોકો તેનો ઉપયોગ કરવા અધીરા બન્યા છે. પ્રારંભિક તબક્કામાં દેશના 10 શહેરોમાં આ નેટવર્ક હજુ શરૂ કરવામાં આવ્યું છે. લોકો જાણે છે છતાં આપણે ત્યાં કહેવત છે ને કે, લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે મરતા નથી. બસ આ જ કહેવત અનુસાર 5G સીમ અપગ્રેડ કરવાના નામે લોકો સાથે છેતરપિંડી આચરતી ટોળકી દેશના કેટલાક રાજ્યો અને શહેરોમાં સક્રીય થઈ ગઈ છે. ત્યારે આવી ઠગ ટોળકીનો ભોગ રાજકોટ શહેર કે જિલ્લાના લોકો અથવા રાજ્યના કોઈ રહેવાસી ન બને તે માટે રાજકોટ પોલીસ દ્વારા સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે. શહેર પોલીસ દ્વારા આ પ્રકારના લૂંટારૂઓથી બચવા માટે લોકોને મોબાઈલ મેસેજ મારફત જાગૃત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Breaking News : કેજરીવાલ સરકારના વિવાદિત મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનું લેવાયું રાજીનામું

શું છે આ મેસેજ ? કઈ રીતે થઈ શકે છે ઠગાઈ

5G સીમ અપગ્રેશન કરવાના નામે થતી છેતરપિંડીથી લોકોને જાગૃત કરવા માટે રાજકોટ પોલીસ દ્વારા એક મોબાઈલ મેસેજ જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે HD Media દ્વારા રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકના વિશાલ રબારી સાથે વાત કરવામાં આવી હતી. જેમાં તેઓએ કોઈ કંપની દ્વારા 5G સીમ હાલમાં અપગ્રેડ કરવામાં આવતું ન હોવાનું તેમજ ફોન કોલ્સ કે અન્ય કોઈ માહિતી માંગીને સીમ આપવામાં આવતું નથી. જો તેમને આવો કોઈ ફોન આવે અને તમારી પાસેથી કોઈ માહિતી માંગે તો તેનાથી સાવધાન રહેવું જોઈએ તેમ જણાવ્યું હતું.

અન્ય મોડેસ ઓપરેન્ડી શું હોય શકે છે ?

વધુમાં વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, 5G સીમ અપગ્રેડ કરવાના નામે માત્ર ફોન કરીને નહિ પરંતુ લોકોને કોઈ મેસેજ અથવા લીંક મોકલવામાં આવ્યા બાદ તે લીંક ઓપન કરાવી તેમાં અન્ય માહિતી અપલોડ કરાવ્યા બાદ એકાઉન્ટ હેક કરીને ખાતામાંથી રૂપિયા ઉપાડવામાં આવી શકે છે અથવા તેઓનું કાર્ડ બંધ કરાવી શકે છે. હેકર્સ કાર્ડનો દુરુપયોગ પણ કરી શકે છે. જેના લીધે ક્યારેક વપરાશકર્તા મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

હજુ સુધી આવો કિસ્સો સામે નથી આવ્યો : રબારી

આ અંગે વધુમાં વિશાલ રબારીએ જણાવ્યું હતું કે હજુ સુધી ગુજરાતમાં આ પ્રકારની ઠગાઈનો કોઈ કિસ્સો સામે આવ્યો નથી. રાજકોટમાં પણ લોકો આ છેતરપિંડીનો ભોગ ન બને તે માટે અગમચેતીના ભાગરૂપે મેસેજ જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  માત્ર 90 દિવસમાં નેશનલ ગેમ્સનું સફળ આયોજન કરીને ગુજરાતે નવો ઈતિહાસ રચ્યો : હર્ષ સંઘવી

Back to top button