ગુજરાત રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા દર વર્ષે કરંટ રિપર્સના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ દરેક જિલ્લામાં ફાળવવામાં આવે છે. આ ગ્રાન્ટનો ઉપયોગ દરેક જિલ્લામાં ખરાબ રસ્તા અને ખાડાની મરમ્મત માટે થતો હોય છે છતાં અધિકારી અને કોન્ટ્રાક્ટરો ફક્ત પોતાની મલાઇ તારી લે છે અને જેટલું કામ કરવાનું હોય તેની સામે તેનું અડધું કામ પણ થતું નથી.
આ પણ વાંચો : વલસાડ : માર્ગ અને મકાન વિભાગના ભ્રષ્ટાચારી ઇજનેરને પકડી પાડતી એસીબી
ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગને વર્ષે મસમોટી ગ્રાન્ટ આપતી હોવા છતાં આજે ગુજરતમાં રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગયેલી છે. ગુજરાતમાં થતાં માર્ગ અને મકાન વિભાગના કામની ગુણવત્તાની તપાસ કરવા માટેની એક કામ ચકસણીની ટીમ પણ ગાંધીનગર ખાતે કાર્યરત હોવા છતાં આજે ગુજરાતના રસ્તાઓની હાલત એવી થઈ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર ખાડાના લીધે 234 લોકોએ તંત્રના પાપે જીવ ગુમાવ્યો છે. માર્ગ અને મકાન વિભાગના કામોમાં હાલની પરિસ્થિતિએ ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને કોઈ પૂછવા વાળું જ ન હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો : CGSTના ભ્રષ્ટ આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર
તમને જણાવી દઈએ કે માર્ગ અને મકાન વિભાગનો હવાલો હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે છે. આ સમગ્ર બાબતથી અજાણ ભૂપેન્દ્ર પટેલના નાક નીચે અધિકારીઓ અને કોન્ટ્રાકટરો મલાઈ તારી રહ્યા છે.