ગુજરાત

વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં જાણો કેવી રીતે SIT દ્વારા ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું

Text To Speech
  • ફરી એકવાર હરણી તળાવમાં બોટ ઉતારવામાં આવી
  • વજનનું સંતુલન ચકાસવા રેતી ભરેલી થેલીઓનો ઉપયોગ કર્યો
  • બોટનો બોયન્સી ટેસ્ટ કરવામાં આવ્યો હતો

વડોદરાના બહુચર્ચિત હરણી બોટ દુર્ઘટના કેસમાં પોલીસ તપાસ તેજ થઇ છે. જેમાં SIT દ્વારા ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું છે. જેમાં ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડતા બોટ પલ્ટી હતી. તથા પોલીસે 14 નો ભોગ લેનાર બોટને ફરી પાણીમાં ઊતારી હતી. તથા વજનનું સંતુલન ચકાસવા રેતી ભરેલી થેલીઓનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો: લો બોલો, અમદાવાદમાં ST બસની ચોરી થઈ, ચોર માનસિક અસ્થિર હોવાનું ખુલ્યું

ફરી એકવાર હરણી તળાવમાં બોટ ઉતારવામાં આવી

ફરી એકવાર હરણી તળાવમાં બોટ ઉતારવામાં આવી હતી. બોટનો બોયન્સી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બોટની ક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મૃતક બાળકો અને શિક્ષિકાઓના વજન જેટલી રેતી થેલીઓ ભરીને બોટમાં મુકવામાં આવી હતી અને બોટને તળાવમાં ચલાવવામાં આવી હતી. એટલે કે, બોટ કેટલું વજન ઉપાડીને શકે તે બાબતનો ટેસ્ટ FSLની ટીમને સાથે રાખીને કરવામાં આવ્યો હતો. આગામી બેથી ત્રણ દિવસમાં તેનો રિપોર્ટ આવશે. બોટના માલિકને પણ સાથે રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: પાટણમાં કરુણાંતિકા, બે અકસ્માતમાં 6 લોકોનાં મૃત્યુ થયા 

ત્રણેય આરોપી વડોદરાની દેણા ચોકડી પાસેથી પકડાઈ ગયા

વડોદરાની દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી પરેશ શાહનો પુત્ર વત્સલ શાહ, પુત્રી વૈશાખી શાહ અને પત્ની નૂતન શાહ સાથે અત્યાર સુધીમાં 19 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નૂતનબેનને દવાખાને લઇને આવી રહ્યા હતા, તે સમયે ત્રણેય આરોપી વડોદરાની દેણા ચોકડી પાસેથી પકડાઈ ગયા હતા. પોલીસે 20 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે જેમાથી 19ની અત્યારસુધીમાં ધરપકડ કરવામાં આવી ગઇ છે.

Back to top button