અમદાવાદમાં સવાર સવારમાં ધુમ્મસ છવાતા હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો હતો. હાલ શિયાળાની ઋતુમાં અનેક જગ્યાએ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદ શહેરના SG હાઈ-વે, આશ્રમરોડ, વાસણા, SP રિંગરોડ પર ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા શહેરમાં આબુ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
અમદાવાદ શહેરમાં જોવા મળ્યો હિલ સ્ટેશન જેવો નજારો
અમદાવાદ શહેરમાં સવાર સવારમાં ઘાટ ધુમ્મસ છવાતા આહ્લલાદક દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદ શહેરમાં ઘુમ્મસની ચાદર પથરાતા અમદાવાદ શહેર જાણે આબુ બન્યુ હોય તેવુ લાગી રહ્યુ હતું, લોકો સવાર સવારમાં આ સુંદર કુદરતી નજારો જોવા માટે નિકળી પડ્યા હતા અને આ આહ્લાદક દ્રશ્યોને કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ રસ્તા પર ઘાટ ધુમ્મસ છવાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી હતી. સવારમાં ધુમ્મસની ચાદર છવાતા રોડ-રસ્તા ઉપર દૂરથી જોવાનું મુશ્કેલ બન્યું હતું. રસ્તા પર ધુમ્મસને કારણે સામેથી વાહનો આવતા દેખાઈ રહ્યા ન હતા જેથી લોકોને વાહનની લાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવા પડ્યા હતા.
તાપમાનમાં ઘટાડો નોધાયો
અમદાવાદ શહેરમાં સવાર સવારમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે . ત્યારે હવે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને આ શિયાળામાં આજે સવારે શહેરમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. જેને કારણે સવારે હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા હતા.
હવામાન વિભાગે કરી આગાહી
તાજેતરમા હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે રાજ્યમા તાપમાનમા ઘટાડો થતા લોકોને કડકડતી ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડી્ટર્બન્સ સક્રિય થતા તાપમાનમા ઘટાડો થશે. તેમજ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.
આ પણ વાંચો : જામનગરમાં કૃષિ યુનિવર્સિટીના વેટરનરી વિભાગમાં 3 માસના બાળસિંહની કરાઈ સર્જરી