ધર્મ

શ્રાવણ માસમાં બાલારામ મહાદેવ ૐ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું

Text To Speech

પાલનપુર: આજથી શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે. આજે શ્રાવણ માસના પ્રથમ દિવસથી લઈ ભોલેનાથના મંદિરોમાં ભક્તો આખો મહિનો બીલીપત્ર, દુધ, અબીલ, ગુલાલ થી ભગવાન શિવની પૂજા- અર્ચના કરશે. આજે મંદિરોમાં ૐ નમઃ શિવાયના નાદ સાથે મંદિરો ગૂંજી ઉઠ્યા. આ સમય દરમિયાન અનેરો ધાર્મિક માહોલ જોવા મળ્યો. ભાવિક ભક્તો આજથી આખો મહિનો ઉપવાસ કરશે અને શંકર ભગવાનના મંદિરોમાં જઈને આરાધના કરી ધાર્મિક માહોલનો અનેરો આનંદ લેશે.

ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી 18 કિલોમીટર દૂર આવેલા બાલારામ મહાદેવમાં વિશેષ પૂજા- અર્ચના માટે ભક્તોની વિશેષ ભીડ જોવા મળી. તેમજ નજીકમાં જ બાલારામ નદી આવેલી છે. પરંતુ હજુ તેમાં નોંધપાત્ર પાણીની આવક થઈ નથી. મહિનાના દર રવિ અને સોમવારે ભકતોની ભીડ જામે છે. આ માસમાં ઉત્તર ગુજરાતમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. જ્યારે આજના દિવસે અહીંના નજીકમાં આવેલા વિશ્વેશ્વર મહાદેવ, બજોઠીયા મહાદેવ, કેદારનાથ મહાદેવ વગેરે શંકર ભગવાનના મંદિરોમાં ભાવિક ભક્તોનો ધસારો જોવા મળ્યો. શ્રાવણ માસના સોમવારોમાં ભાવિકોનો ધસારો તેમજ નદી કાંઠેના મંદિરોની મુલાકાત લઈ નજારો માણવાનો આનંદ લેતા હોય છે.

Back to top button