કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

શ્રાવણ મહિનામાં રાજકોટ એસ.ટી. ડિવિઝનને વિક્રમી 14.40 કરોડની આવક : તરણેતરના મેળાની 49 લાખ…

Text To Speech

તાજેતરમાં શ્રાવણ મહિના દરમિયાન રાજકોટ એસટીને એક જ મહિનામાં આશરે રૂ. 14 કરોડથી વધારે આવક થઇ છે. બીજી તરફ તરણેતરના મેળામાંથી રાજકોટ ડેપો સહિત ડિવિઝનને રૂ. 49 લાખ એટલે કે અડધા કરોડની આવક થઇ છે. છેલ્લા કેટલાય વર્ષો બાદ રાજકોટ એસટી ડિવિઝનને શ્રાવણ મહિનો ફળી ગયો છે. શ્રાવણ મહિનામાં ધાર્મિકથીમાંડી ફરવાલાયક સ્થળો અને વિવિધ જગ્યાઓ ઉપર કરવામાં આવેલા મેળાના આયોજનનાં પગલે એસટી ડિવિઝનને કરોડોની આવક થઇ હતી. તરણેતરના મેળામાં બે દિવસમાં રૂ. 49 લાખની આવક થઇ હતી. દરમિયાન રાજકોટ એસટીના ડી.સી. કલોતરાના જણાવ્યા અનુસાર ભાદરવી પૂનમે અંબાજી ખાતે યોજાનારા લોકમેળા માટે તા. 5થી 10 સપ્ટેમ્બર સુધી એકસ્ટ્રા બસ દોડાવવામાં આવશે. રાજકોટ ખાતે એસટીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ભકતો માટે એકસ્ટ્રા બસનું આયોજન રાજકોટ ડિવિઝનનાં જુદા-જુદા ડેપો ઉપરથી કરવામાં આવ્યું છે. અગાઉ માઇ ભકતો ખાનગી વાહનોમાં અંબાજી ભાદરવી પૂનમના મેળામાં જતા અને દર્શનનો લાભ લેતા હતા, રાજકોટના મોરબી અને સુરેન્દ્રનગરના ડેપો ઉપરથી પણ તા. પમીથી અંબાજી જવા માટેની એકસ્ટ્રા બસ દોડાવવામાં આવશે.

ગોંડલ ડેપોથી ઝાલોદ અને ઉદેપુરની એસટી બસ કાયમી મોડી ઉપડતી હોવાની ફરિયાદ

છેલ્લા કેટલાય સમયથી રાજકોટ એસટી ડિવિઝનનાં ગોંડલ ડેપોના મેનેજરની બેદરકારી કે અણઆવડતના પગલે મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. અવાર-નવાર ગોંડલ ડેપો વિવાદમાં રહે છે છેલ્લા કેટલાય મહિનાથી ગોંડલથી ઝાલોદ જતી એસટી બસ નિર્ધારિત સમય કરતા મોડી ઉપાડવામાં આવી રહી છે તેમજ ગોંડલથી ઉદેપુરની 9:15 કલાકની બદલે મન પડે ત્યારે ઉપડે છે. તાજેતરમાં ગોંડલ ડેપો મેનેજરની અણઆવડત કે બેદરકારીના પગલે 48 કલાક સુધી ઓનલાઇન રિઝર્વેશન બંધ રહેતા મુસાફરો બસ સ્ટેન્ડ ઉપર દોડી આવ્યા હતા. ડ્રાયવર-ક્ધડકટર સમયસર બસ ડેપો ઉપર આવી જાય તો બસના ઠેકાણા હોતા નથી, ગાડી ડેપો ઉપર ન આવતા મુસાફરો ડેપો મેનેજર પાસે દોડી જાય છે ત્યારે જવાબ બરોબર મળતો ન હોવાની ફરિયાદ ઉઠી છે.

Back to top button