ટ્રાવેલટ્રેન્ડિંગધર્મ

ફાગણ મહિનામાં કરો ખાટૂ બાબાની નિશાન યાત્રા, દૂર ભાગશે દરેક સંકટ

Text To Speech
  • ખાટૂ બાબાની ખ્યાતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમના વિશે એક નારો પ્રચલિત છે ‘હારે કા સહારા, બાબા શ્યામ હમારા’

HD ન્યુઝ ડેસ્કઃ રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલું ખાટૂ શ્યામ મંદિર ખૂબ પ્રખ્યાત છે. ખાટૂ બાબાના ભક્તો તેમને કળયુગના શ્રી કૃષ્ણ કહે છે. ખાટૂ બાબાની ખ્યાતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમના વિશે એક નારો પ્રચલિત છે ‘હારે કા સહારા, બાબા શ્યામ હમારા.’ એટલે કે, જો તમે તમારા જીવનમાં દરેક આશા ગુમાવી દીધી છે, તો ફક્ત બાબા ખાટૂ જ તમને ટેકો આપી શકે છે. તેમની કૃપાથી આપણે હારેલી રમત પણ જીતી શકીએ છીએ.

ખાટૂ વાલે શ્યામ બાબાના દર્શન કરવા માટે માત્ર દેશ નહીં, પરંતુ વિદેશથી પણ ભક્તો આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર મહાભારતના સમયમાં બર્બરિક નામના યોદ્ધાને શ્રીકૃષ્ણએ તેમનું નામ ‘ખાટૂ શ્યામ’ આપ્યું હતું, કારણ કે તેણે ભગવાન દ્વારા આપવામાં આવેલી દિવ્ય દ્રષ્ટિ દ્વારા સમગ્ર યુદ્ધ જોયું હતું. શ્રી કૃષ્ણએ બર્બરિકને કહ્યું હતું કે, તે કળયુગમાં પરાજિતનો સહારો બનશે અને તે ખાટૂ શ્યામના નામથી ઓળખાશે. દર વર્ષે ખાટૂ શ્યામના ભક્તો બાબાની નિશાન યાત્રા કાઢે છે.

ફાગણ મહિનામાં કરો ખાટૂ બાબાની નિશાન યાત્રા, દૂર ભાગશે દરેક સંકટ hum dekhenge news

ખાટુ શ્યામ બાબાની નિશાન યાત્રા

બાબા ખાટૂ શ્યામની નિશાન યાત્રા ફાગણ માસના પ્રારંભથી શરૂ થાય છે. દેશભરમાંથી લોકો સીકર જિલ્લામાં સ્થિત ખાટુ દરબારમાં પહોંચતા હોય છે. એવું માનવામાં આવે છે કે જે પણ ભક્ત ખાટુ બાબાની નિશાન યાત્રામાં જોડાય છે, બાબા તેની બધી મુશ્કેલીઓ દૂર કરે છે. બાબા ખાટુની નિશાન યાત્રામાં ભક્તો શ્રી શ્યામ ધ્વજ ઉપાડે છે અને પગપાળા ખાટૂ શ્યામ મંદિરે જાય છે અને ત્યાં મંદિરમાં ધ્વજ ચઢાવે છે. ત્યારબાદ યાત્રા સમાપ્ત થાય છે.

નિશાન યાત્રામાં ધ્વજનો રંગ

ખાટૂ નરેશ બાબા શ્યામની નિશાન યાત્રામાં ભગવા, વાદળી, સફેદ અને લાલ ધ્વજનો ઉપયોગ કરવામાં આવે છે. આ ધ્વજ પર ખાટુ શ્યામ અને ભગવાન શ્રી કૃષ્ણની તસવીરો બનાવેલી હોય છે. ઉપરાંત ઘણા ધ્વજ પર બાબાની પ્રશંસામાં સૂત્રો લખેલા છે અને ઘણા પર નારિયેળ અને મોરપંખ લાગેલા હોય છે.

આ પણ વાંચોઃ જીરું હોય કે કોફી થઈ શકે છે ભેળસેળ, રસોડામાં રાખેલી વસ્તુઓની શુદ્ધતા ચકાશો

Back to top button