ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

સુરતમાં રમાઈ રહેલ મેયર ટુર્નામેન્ટમાં CM ભુપેન્દ્ર પટેલ અડધી પીચે આવીને રમ્યા

Text To Speech

સુરતઃઆગામી દિવસમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પોતાનું શક્તિ પ્રદર્શન બતાવવા માટે લિબાયત ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના સીએમ ભુપેદ્ર પટેલ હાજર રહ્યા હતા. સુરતમાં રમાઈ રહેલ મેયર ટુર્નામેન્ટ મેચમાં ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ દ્વારા હાજરી આપવામાં આવી હતી. અને મેચ પણ રમ્યા હતા. મહત્વનું એ છે કે, મેચમાં CMદ્વારા અડધી પીચે આવીને મેચ રમ્યા હતા તે ચર્ચાનો અને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વિધાનસભાના ઉમેદવારો પોતાના વિસ્તારમાં મુખ્યમંત્રીને બોલાવીને પોતાનું શક્તિ પ્રદર્શન કરતા હોય છે. એવામાં સુરત લિંબાયત વિધાનસભાના હાલના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા લીંબાયત સ્થિત ત્રિકમ નગર ખાતે શિવ-વિષ્ણુ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે હાલમાં ગુજરાતની મહાનગર પાલિકા દ્વારા મેયર કપ આયોજન કરવામાં આવ્યું છે. ગતરોજ સુરત એરપોર્ટથી સાંજે તેઓ સીધા ડુમસ આભવા ગામ ખાતે પાલિકા દ્વારા આયોજિત ગુજરાત ઇન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન સ્થળે પહોંચ્યા હતા. જેમાં હળવા મૂડમાં જોવા મળ્યા હતા. અને મેચમાં ત્રણ ચાર બોલ ક્રિકેટર રમ્યા હતા. જે બાદ છેલ્લા બોલ પર CMદ્વારા અડધી પીચે આગળ આવીને જોર બેટ ફેરવ્યું હતું.

મુખ્યમંત્રી આભવાથી તેઓ લીંબાયત ત્રિકમ નગર ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ શિવ-વિષ્ણુ પુરાણ કથામાં હાજરી આપી હતી. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનું લીંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ, રાજયકક્ષાના મંત્રી પૂર્ણેશ મોદી અને વીનું મોરડીયાના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું.જ્યારે કથાકાર શ્રી લલિત નાગરના હસ્તે પણ મુખ્યપ્રધાનને હારતોળા કરી આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે કથામાં હાજર મોટી જનમેદનીને મુખ્યપ્રધાને સંબોધી હતી. મુખ્યપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે,શિવમહાપુરાણમાં ભગવાન શિવ અને દેવી પાર્વતી વિશે તથા તેના વાર્તાલાપ અંગેનું સરસ આલેખન કરવામાં આવ્યું છે. તમામ પુરાણોમાં શિવમહાપુરાણનું એક આગવું મહત્ત્વ છે. આપણા જીવનમાંથી અવગુણોને દુર કરી જીવમાંથી શિવ થવાનો અનુરોધ કર્યો હતો.જે માટે શિવજીના જીવન ચરિતાર્થ પરથી શીખ લેવી જોઈએ. આપણા જીવનમાંથી જેમ જેમ અવગુણો દૂર થતાં જશે તેમ તેમ આપણે જીવમાંથી શિવ થતાં જઈશું. આપણે સૌ દુઃખમાંથી જલ્દી બહાર નીકળીએ તેવી શિવજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રીએ અમારા આમંત્રણને માન આપી આ કાર્યક્રમમાં હાજરી આપી એ બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છુંઃ સંગીતા પાટીલ,ધારાસભ્ય

આમ ગુજરાતના મુખ્યમંત્રી સુરતના બે કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં ખાસ કરીને કથામાં 15 મિનિટનો સમય અને જે પ્રકારે ક્રિકેટમાં હાથમાં બેટ લઇને અડધી નીચે આવીને રમ્યા હતા તેને લઈને અમર ખેલાડીઓનો ઉત્સાહ વધ્યો હતો આમ વિધાનસભાની ચૂંટણી આવતાંની સાથે સુરતમાં આવેલા મુખ્યમંત્રીએ લિંબાયત વિસ્તારમાં ધારાસભ્યના શક્તિ પ્રદર્શન કર્યું હતું.

Back to top button