ધર્મપરિવર્તન મામલે ધમાલ, રાજસ્થાનના ભરતપુરમાં 500થી વધુ મહિલાઓના ધર્માંતરણનો પ્રયાસ
- VHP કાર્યકરોએ મહિલાઓનું ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન અટકાવ્યું
- વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને આયોજકો વચ્ચે મારામારી થઈ
- પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી
ધર્મપરિવર્તન મામલે ધમાલ થઇ છે. તેમજ મારપીટ, પાંચ આયોજકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમાં રાજસ્થાનના ભરતપુરમાં 500થી વધુ મહિલાઓના ધર્માંતરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે VHP કાર્યકરોએ મહિલાઓનું ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન અટકાવ્યું હતુ.
આ પણ વાંચો: CT સ્કેન અનુસાર કૃષિ મંત્રી રાઘવજી પટેલ ખતરો નહિ: ડૉકટર્સ
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ધર્મપરિવર્તન કરાવવાનો મોટો બનાવ બન્યો છે. અહીંની એક હોટલમાં લગભગ 500 લોકોનું એકસાથે ધર્મપરિવર્તન કરાઈ રહ્યું હતું પરંતુ આની જાણ થઈ જતાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ હોટલ પર પહોંચી ગયા હતા અને ધર્મપરિવર્તન અટકાવી દીધું હતું. આ દરમિયાન ત્યાં હોબાળો થઈ ગયો હતો અને જોતજોતાંમાં મારામારી થવા લાગી હતી. ત્યાર બાદ લોકો હોટલ છોડીને ભાગવા લાગ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી.
આ પણ વાંચો: અમિત શાહ ગુજરાત મુલાકાતે, રૂ.1,950 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે
વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને આયોજકો વચ્ચે મારામારી થઈ
ધર્મપરિવર્તનનો આ મામલો ભરતપુર જિલ્લાના શહેર અટલ બંધ થાના વિસ્તારમાં બન્યો હતો. અહીં એક હોટલમાં ધર્મપરિવર્તન કરાવાતું હતું. ઘટનાસ્થળે પહોંચેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓનો આરોપ છે કે ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા સત્સંગના માધ્યમથી ધર્મપરિવર્તન કરાવાઈ રહ્યું હતું. જેમાં અંદાજે 500 થી વધારે મહિલાઓ અને યુવતીઓ સામેલ હતાં. વિશ્વ હિન્દુ પરિષદના લોકો જ્યારે હોટલ પર પહોંચ્યા ત્યારે તેમને જોતાંની સાથે અફરાતફરી થઈ ગઈ હતી. ધર્મ પરિવર્તન કરાવી રહેલા લોકો સ્થળ છોડીને ભાગવા લાગ્યા હતા. જોકે, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ દોડીને 10 કરતાં વધારે લોકોને પકડી લીધા હતા. આ કારણે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને આયોજકો વચ્ચે મારામારી થઈ ગઈ હતી, જેમાં બંને પક્ષે એકબીજાને માર માર્યો હતો.