ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદ : પીરાણામાં ઇમામશાહ દરગાહના વિવાદ મામલે હાઈકોર્ટે બંને પક્ષોની ઝાટકણી કાઢી

Text To Speech

અમદાવાદના પીરાણામાં ઇમામશાહ દરગાહના વિવાદ મામલે HCએ બંને પક્ષોની ઝાટકણી કરી છે.આ મામલે સુનાવણીમાં હાઈકોર્ટે કહ્યું કે “હિન્દૂ-મુશ્લિમનો મુદ્દો લઇને કોર્ટમાં આવવું નહીં, મિલકતની ઓળખના વિવાદમાં સમુદાયને વચ્ચે ન લાવો”.

ઇમામશાહ દરગાહ વિવાદ મામલે હાઈકોર્ટે બંને પક્ષોને ઝાટકણી કાઢી

અમદાવાદના પીરાણામાં ઇમામશાહ દરગાહનો વિવાદનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ત્યારે આજે આ મામલે કોર્ટમાં સુનાવણી થઈ હતી.જેમાં હાઈકોર્ટે બંને પક્ષોને ઝાટકણી કાઢી હતી. બંને પક્ષો ચોક્કસ સમુદાયના હોવાથી સમર્થન નહીં આપતા. હાઈકોર્ટે બંને પક્ષોના વિગતવાર પુરાવા રજૂ કરવા આદેશ કર્યો છે. આ મામલે હવે શનિવારે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

અમદાવાદ રસ્તા હાઈકોર્ટ-humdekhengenews

જાણો શું છે મામલો

અમદાવાદમાં પીર ઈમામશાહ બાવાના મુસ્લિમ દરગાહનું નામ તેમના હિંદુ અનુયાયીઓ દ્વારા રાખવામાં આવતા વિવાદ સર્જાયો છે.પીરાણા ગામમાં આવેલ દરગાહનું નામ સુફી સંત સદગુરુ હંસતેજ મહારાજ રાખવામાં આવ્યું છે. પીરાણા ગામમાં આવેલ દરગાહ આ પ્રદેશમાં હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક છે.જેમાં મોટાભાગના સંતના અનુયાયીઓ હિંદુ હતા, જેઓ સત્સંગી અથવા સતપંથી તરીકે ઓળખાતા હતા.જો કે, ધાર્મિક સ્થળના મુસ્લિમ ટ્રસ્ટીઓ અને અનુયાયીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં ઈમામશાહ બાવાની હિંદુ ઓળખનો દાવો કરવામાં આવે છે, જેની સામે અગાઉ પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પીરના વંશજોએ દાવો કર્યો છે કે આ પગલાનો ઉદ્દેશ્ય “દરગાહનું ભગવાકરણ” કરવાનો છે. જેથી ઈમામશાહ બાવાના વંશજો અને કોમના લોકો દ્વારા તેનો વિરોધ કરવામા આવી રહ્યો છે. જ્યારે મંદિરના એક ટ્રસ્ટી હર્ષદ પટેલે કહ્યું કે આ પીરનું નામકરણ નથી. મુસ્લિમ ટ્રસ્ટીનો આવો દાવો ખોટો છે. હંસતેજ મહારાજનું નામ 4,000 વર્ષથી વધુ સમયથી શાસ્ત્રોમાં સામેલ છે. ઇમામશાહ બાવાનો હંસતેજ મહારાજ તરીકે અનેક પુસ્તકોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમે બે દિવસ પહેલા જ આ નામનો ઉપયોગ કરીને પોસ્ટર અને હોર્ડિંગ્સ લગાવ્યા છે.

આ પણ વાંચો : સુરત : મોડી રાત્રે 10 લોકો લિફ્ટમાં ફસાયા, દીવાલ તોડી અને લિફ્ટનું પતરૂ કાપી કરાયું રેસ્ક્યુ

Back to top button