ગુજરાતના આ વિસ્તારમાં ચોરીની આશંકાએ યુવાનને ગામના બે ભાઈઓ દ્વારા તાલિબાની સજા અપાઈ
- બેભાન યુવકને ગાડીમાંથી ઉતારી ફરાર થયેલા આરોપીઓની ધરપકડ
- બંને ભાઈઓ ધોકા અને પથ્થરોથી કાળાજીને ઢોર મારમાર્યો હતો
- ચોરીની આશંકાએ ગામના બે ભાઈઓ દ્વારા આ સજા આપી
ગુજરાતના માણસા તાલુકાના દેલવાડા ગામે ચોરીની આશંકાએ યુવાનને ગામના બે ભાઈઓ દ્વારા તાલિબાની સજા અપાઈ છે. જેમાં દેલવાડામાં યુવકને નગ્ન-કરી નનામી સાથે બાંધ્યો હતો. તેમજ ધોકા-પથ્થરો વડે મોતને ઘાટ ઉતાર્યો છે. જેમાં ચોરીની આશંકાએ ગામના બે ભાઈઓ દ્વારા આ સજા આપી હતી.
આ પણ વાંચો: અમદાવાદની સ્કૂલોમાં બોમ્બની ધમકી મુદ્દે મોટો ખુલાસો થયો
બેભાન યુવકને ગાડીમાંથી ઉતારી ફરાર થયેલા આરોપીઓની ધરપકડ
બેભાન યુવકને ગાડીમાંથી ઉતારી ફરાર થયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ચોરીની શંકા માત્રથી જ હત્યાની ઘટના બનતા ગામમાં ચકચાર મચી ગઈ છે. માણસા તાલુકાના દેલવાડા ગામે એકલાયું જીવન ગુજરાત યુવકને તાલિબાની સજા અપાઈને મોતને ઘટના ઉતારાયો હતો. યુવક ઘરમાં ચોરી કરવા આવ્યો હોવાની શંકાએ ગામના બે ભાઈઓ દ્વારા યુવકને નગ્ન કરી નનામી સાથે વડલા પર બાંધી દીધો હતો. જે બાદ ધોકા અને પથ્થરો વડે ઢોર માર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. યુવકનો પરિવાર તેને શોધવા નીકળ્યો હતા. ગંભીર રીતે ઘાયલ યુવકને માણસા હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જે બાબતે મૃતકના પિતરાઈ ભાઈની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે ચોરીની શંકા માત્રથી જ હત્યાની ઘટના બનતા ગામમાં ચકચાર મચી ગઈ છે.
બંને ભાઈઓ ધોકા અને પથ્થરોથી કાળાજીને ઢોર મારમાર્યો હતો
પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકાના દેલવાડા ગામે રહેતાં 40 વર્ષીય કાળાજી ઉર્ફે મોહનજી મથુરજી ઠાકોર અપરણીત હોવાથી એકલવાયુ જીવન જીવતા હતા. તે ગામના અજયજી મંગાજી ઠાકોરના ઘરે ગયા હતા. કાળાજી ચોરી કરવા આવ્યા હોવાની શંકા રાખી અજય અને તેના ભાઈ પ્રકાશ બંનેએ મગજ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બંને ભાઈઓ મળીને કાળાજીને નગ્ન કરીને નનામી સાથે વડલા પર બાંધી દીધા હતા. જે બાદ બંને ભાઈઓ ધોકા અને પથ્થરોથી કાળાજીને ઢોર મારમાર્યો હતો.
બેભાન અવસ્થામાં રહેલાં કાળાજીને જમણી આંખની બાજુમાં ઘા પડેલો હતો
ઘટના અંગે જાણ થતાં કાળાજીના પિતરાઈ ભાઈ ભિખાજી હેમતાજી ઠાકોર તાત્કાલિક અજયના ઘરે પહોંચ્યા હતા. જોકે ત્યાં કોઈ મળી ન આવતા તેઓએ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી. આ સમયે અજય અને પ્રકાશ પોતાની ઈકો ગાડીમાં ગંભીર હાલતમાં કાળુજીને લઈને ગામમાં પહોંચ્યા હતા અને તેમને ઉતારીને ભાગી છૂટયા હતા. બેભાન અવસ્થામાં રહેલાં કાળાજીને જમણી આંખની બાજુમાં ઘા પડેલો હતો તથા જમણા કાન ઉપર પણ કાપો પડેલો હતો. જ્યારે કપડાં પણ બદલાવી દેવાયેલા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાને પગલે તાત્કાલિક માણસા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.