ગુજરાત

પાંથાવાડાના મફતપુરા વિસ્તારમાં શિક્ષકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Text To Speech

પાલનપુર: દાંતીવાડાના પાંથાવાડા ખાતે આવેલા મફતપુરામાં એક શિક્ષકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.આ અંગે તાત્કાલિક પાંથાવાડા પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી મૃતક શિક્ષકની લાશને પીએમ અર્થે પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

ફતપુરામાં એક શિક્ષકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

શિક્ષક સોડાલ ગામમાં ફરજ બજાવતા હતા
બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગે નજીવી બાબતમાં લોકો હત્યા, આત્મહત્યા, અપહરણ જેવી ઘટનાઓને અંજામ આપતા હોવાના કિસ્સા બની રહ્યા છે. છે.ત્યારે સતત વધતી જતી આવી ગુનાહિત ઘટનાઓને લઈ હાલમાં લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક શિક્ષકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. દાંતીવાડાના પાંથાવાડા ખાતે આવેલ મફતપુરા વિસ્તારમાં રહેતા રમેશ તરાલ નામના શિક્ષક ધાનેરા તાલુકાના સોડાલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા. જેમને મંગળવારે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર પછી જવા પામી હતી.નઘટનાની જાણ થતા આજુબાજુના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ અંગે તાત્કાલિક પાંથાવાડા પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતક શિક્ષકની લાશને પીએમ અર્થે પાથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી પાંથાવાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button